એક સંત અને શિષ્ય રાતે રોકાયા એક ગરીબ ખેડુતની ઝૂંપડીમાં, ગુરુએ શિષ્યને કહ્યુ કે આ ખેડુતને રોજી-રોટી આપનારી ભેંસ ચોરી લે, આવુ કર્યા પછી 8-10 વર્ષ સુધી શિષ્યને થતો રહ્યો પસ્તાવો, ત્યારબાદ શિષ્ય જ્યારે ખેડુત પાસે ગયો તો આશ્ચર્ય પામી ગયો

પ્રાચીન સમયમાં એક સંત પોતાના શિષ્યની સાથે જુદા-જુદા ગામમાં ભ્રમણ કરી રહ્યા હતા. એક દિવસ ફરતા-ફરતા રાત થઈ ગઈ તો તેમણે એક મોટા ખાલી ખેતરની વચ્ચે ઝૂંપડી દેખાઇ. બંનેએ વિચાર્યુ કે આજે રાતે આ ઝૂંપડીમાં જ રોકાઇ જઇએ. ત્યાં જઇને જોય તો ત્યાં એક ગરીબ ખેડુત પોતાના પરિવાર સાથે રહેતો હતો. સંતે ખેડુતને પૂછ્યુ કે તમારું ખેતર તો ખાલી છે, તમે ખેતી નથી કરતા, તો જીવન કેવી રીતે ચલાવો છો?

ખેડુતે જણાવ્યું કે અમારી એક ભેંસ છે, તે ઘણું દૂધ આપે છે. તેને વેંચીને અમે અમારી જરૂરિયાતો પૂરી કરીએ છીએ. આ ભેંસ જ અમારી રોજી-રોટીનું સાધન છે. રાતે સંત ઉઠ્યા અને તેમણે પોતાના શિષ્યને કહ્યું કે જાઓ તેની ભેંસ ચોરી કરી લો અને ક્યાંક દૂર જઈને છોડી દો.

શિષ્યએ કહ્યુ કે ગુરુજી, આ તો અધર્મ છે. ભેંસ ચોરી થઈ ગઈ તો ખેડુત ભૂખ્યો મરી જશે. સંતે ફરી કહ્યું કે હું જે કહું છે તું એ કર. ગુરુની આજ્ઞા માનતા શિષ્યએ ખેડુતની ભેંસ ચોરી કરી લીધી અને ક્યાંક દૂર મૂકી આવ્યો. રાતે જ સંત અને શિષ્ય ત્યાંથી ચૂપચાપ નીકળી ગયા.

આ ઘટનાને 8-10 વર્ષ વીતી ગયા. તે શિષ્ય ધનવાન થઈ ગયો, પરંતુ તેને પોતાના કરેલા કામ ઉપર ખૂબ પસ્તાવો થતો હતો. તે વિચારી રહ્યો હતો કે ગુરુની આજ્ઞા માનીને તેણે ગરીબ ખેડુતની રોજી-રોટી છીનવી લીધી.

શિષ્યએ વિચાર્યુ કે હવે તો મારી પાસે ખૂબ ધન છે, હું તે ખેડુતની મદદ કરી શકું છું. આ વિચારીને ફરીથી તે ખેડુતના ગામ પહોંચ્યો. જ્યારે તે એ જગ્યાએ પહોંચ્યો તો ત્યાંનો દ્રશ્ય જોઇને આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યાં મોટું ઘર બની ગયું હતું. ગાર્ડન હતું. કામ કરવાવાળા ઘણા બધા લોકો હતા. શિષ્ય અંદર ઘરમાં ગયો અને ખેડુતને મળ્યો. ખેડુત શિષ્યને ઓળખી ગયો.

શિષ્યએ ખેડુતને પૂછ્યુ કે આ બધુ કેવી રીતે થયું?

ખેડુતે જણાવ્યુ કે તે રાત મારી ભેંસ ચોરી થઈ ગઈ હતી. તેના પછી મેં થોડા દિવસ લાકડા વેંચીને વીતાવ્યા. પછી ધીમે-ધીમે ખેતી કરવાનું શરૂ કર્યુ. ખૂબ મહેનત કરી અને ભગવાનની કૃપાથી કામ ચાલવા લાગ્યુ અને આજે અમારી પાસે ધન છે, તમામ સુખ-સુવિધાઓ છે. જો તે રાતે ભેંસ ચોરી ન થઈ હોત તો અમે આજે પણ ગરીબીમાં જ જીવતા હોત.

શિષ્યને પોતાના ગુરુની વાત સમજમાં આવી ગઈ કે તેણે ખેડુતના સારા માટે ભેંસ ચોરી કરવા માટે કહ્યુ હતુ.

આ કથાથી બોધપાઠ મળે છે કે કોઈ પણ વ્યક્તિ ખૂબ મહેનત કરશે તો એક દિવસ તે સફળ જરૂર બની શકે છે.

આ પણ વાંચજો – એક શાંત સ્વભાવના સંતની પત્ની વાત વાત પર ઝઘડો કરતી હતી, એક દિવસ બધા શિષ્યો સામે પત્નીએ સંત ઉપર એક પાણીથી ભરેલું માટલું લાવીને નાખી દીધું, જાણો તેના પછી સંતે શું કર્યુ?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો