શિષ્યએ ભગવાન બુદ્ધને સવાલ પૂછ્યો કે આ ચટ્ટાન કરતાં વધુ શક્તિશાળી કોણ હોઈ શકે છે, ભગવાન બુદ્ધે કહ્યું આ શિલાઓથી વધુ લોખંડ શક્તિશાળી હોય છે. લોખંડથી શક્તિશાળી અગ્નિ છે અને અગ્નિથી પાણી વધુ શક્તિશાળી છે. તો આ બધાથી વધુ શક્તિશાળી શું હશે?

ગૌતમ બુદ્ધના જીવન સાથે જોડાયેલા અનેક પ્રેરક પ્રસંગો ખૂબ જાણીતા છે. જો આ પ્રસંગોની શીખને જીવનમાં ઊતારવામાં આવે તો આપણે સફળતાની સાથે જ ઉન્નતિના દ્વારે પહોંચી શકીએ છીએ. અહીં જાણો એક એવો જ પ્રેરક પ્રસંગ-

પ્રસંગ પ્રમાણે એકવાર ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યો સાથે કોઈ પહાડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યાં હતાં. રસ્તામાં શિષ્યએ મોટી-મોટી શિલાઓ જોઈ. વિશાળ અને મજબૂત શિલાઓને જોઈને એક શિષ્યએ બુદ્ધને પૂછ્યું કે શું આ શિલાઓથી પણ વધુ કોઈ શક્તિશાળી હોઈ શકે છે?

બુદ્ધે જવાબ આપતાં કહ્યું કે આ શિલાઓથી વધુ લોખંડ શક્તિશાળી હોય છે. લોખંડની મારથી મોટી-મોટી ચટ્ટાન તૂટી શકે છે. શિષ્ય બોલ્યો કે એનો અર્થ એ કે લોખંડ સૌથી શક્તિસાળી હોય છે?

બુદ્ધે કહ્યું કે નહીં, લોખંડથી વધુ શક્તિશાળી અગ્નિ છે. અગ્નિ લોખંડને તપાવીને તેનું સ્વરૂપ બદલી શકે છે. શિષ્ય ફરી બોલ્યો કે તેનો અર્થ એ છે કે અગ્નિ સૌથી વધુ શક્તિશાળી છે?

બુદ્ધે જવાબ આપ્યો કે નહીં, જળ અગ્નિને ઠંડુ કરી શકે છે. આ વાત સાંભળીને શિષ્ય વિચારમાં પડી ગયો. બુદ્ધ સમજી ગયા કે શિષ્યની જિજ્ઞાસા હજી શાંત નથી થઈ. શિષ્ય ફરી બોલ્યો કે જળથી વધુ શક્તિશાળી કોણ છે? બુદ્ધે જવાબ આપ્યો કે વાયુ જળની દિશા બદલી શકે છે, પરંતુ વાયુ પણ સૌથી વધુ શક્તિશાળી નથી.

બુદ્ધે આગળ કહ્યું કે આ સંસારમાં સર્વશક્તિશાળી માત્ર આપણી સંકલ્પ શક્તિ છે. આપણી સંકલ્પ શક્તિથી જ આપણે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશને નિયંત્રિત કરી શકીએ છીએ. સંકલ્પ શક્તિથી જ આપણી અંદર કઠણાઈ, ઉષ્ણતા, શીતળતાને કાબૂમાં કરી શકાય છે. એટલા માટે સંકલ્પ શક્તિથી જ સૌથી વધુ શક્તિશાળી છે.

બોધપાઠ

આ કથાની શીખ એ છે કે જો આપણે સફળતાની સાથે ઉન્નતિ કરવી હોય તો તેની માટે આપણે આપણી સંકલ્પ શક્તિને મજબૂત કરવી પડશે. કોઈ કામ માટે સંકલ્પ કરો તો તે પૂરો ન થાય ત્યાં સુધી આરામ ન કરવો જોઈએ.

આ પણ વાંચજો – એક નગરમાં ધનવાન શેઠ પાસે કોઈ સુખ-સુવિધાઓની ખોટ ન હતી પરંતુ તે હંમેશાં અશાંત રહેતા હતા. એક દિવસ તે પોતાના નગરના જાણીતા સંત પાસે ગયા. શેઠે સંતને કહ્યું કે મારું મન અશાંત છે, મને શાંતિ જોઈએ, આ સાંભળતા જ સંતે આગ સળગાવી. જાણો પછી શું થયું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો