પૌરાણિક સમયમાં એક વ્યક્તિને તેની પત્ની સાથે વારંવાર ઝગડા થતા હતા. રોજ-રોજના ઝગડાથી કંટાળીને બધુ જ ત્યાગી જંગલમાં જતો રહ્યો. થોડે દૂર નીકળ્યા બાદ તેણે મહાત્મા બુદ્ધ અને તેમના શિષ્યો જોયા. બુદ્ધ તેમના શિષ્યો સાથે એ જ જંગલમાં રહી રહ્યા હતા. તેણે બુદ્ધને ગુરૂ માની એ જ જંગલમાં રહેવાનું શરૂ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
– થોડા દિવસ બાદ બુદ્ધે એ વ્યક્તિને કહ્યું કે, મને તરસ લાગી છે, પાસેની નદીમાંથી પાણી લઈ આવ. ગુરૂની આજ્ઞા માની તે પાણી લેવા નદી કિનારે ગયો.
નદી કિનારે પહોંચીને તેણે જોયું કે, જંગલી પ્રાણીઓની ઉછળ-કૂદના કારણે પાણી ગંદુ થઈ ગયું હતું. નીચે જામેલી માટી ઉપર આવી ગઈ હતી. તેણે વિચાર્યું કે, આવું પાણી લઈ જવાનો કોઇ જ ફાયદો નથી.
– પાછા ફરીને તેણે ગુરૂદેવને આખી વાત જણાવી. થોડીવાર બાદ બુદ્ધે તેને ફરી પાણી લાવવાનું કહ્યું.
– ગુરૂનો આદેશ માની એ વ્યક્તિ પાછો નદી તરફ ગયો. રસ્તામાં તેણે વિચાર્યું કે, ગુરૂજીએ મને કારણ વગર જ ફરી મોકલ્યો. પાણી એટલું ગંદુ છે કે, તેને પી જ ન શકાય.
– વ્યક્તિ નદી કિનારે પહોંચ્યો તો, તેણે જોયું કે, પાણી એકદમ ચોખ્ખુ હતું. નદીની ગંદકી નીચે બેસી ગઈ હતી. આ જોઇને તેને આશ્ચર્ય થયું.
– પાણી લઈને તે બુદ્ધ પાસે પહોંચ્યો. તેણે ગુરૂજીને પૂછ્યું કે, તમને કેવી રીતે ખબર પડી કે, હવે પાણી ચોખ્ખુ મળશે?
– બુદ્ધે તેને સમજાવ્યું કે, પ્રાણીઓ પાણીમાં ઉછળ-કૂદ કરી રહ્યાં હતાં એટલે પાણી ગંદુ થઈ ગયું હતું. થોડીવારમાં પ્રાણીઓ ત્યાંથી જતાં રહ્યાં એટલે નદીનું પાણી શાંત થઈ ગયું. ધીરે-ધીરે બધી જ ગંદકી પણ નીચે બેસી ગઈ.
– બુદ્ધે આગળ જણાવ્યું કે, આવું જ આપણી સાથે પણ થાય છે. જ્યારે આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે ત્યારે મનમાં ઉથલ-પુથલ થવા લાગે છે અને શાંતિ ભંગ થાય છે. આવી સ્થિતિમાં મોટાભાગે આપણે ખોટો નિર્ણય કઈ લઈએ છીએ. મનની ઉથલ-પુથલ શાંત થવાની રાહ જોવી જોઇએ. ધીરજ ધરી રાખવી જોઇએ. શાંત મને કોઇ નિર્ણય લઈએ તો, યોગ્ય નિર્ણય લઈ શકાય છે.
– એ વ્યક્તિને સમજાઇ ગયું કે, તેણે ઘર છોડવાનો નિર્ણય અશાંત મને લીધો હતો, જે ખોટો હતો. તેણે બુદ્ધની પાછા ફરવાની આજ્ઞા લીધી અને પત્ની પાસે પાછો ફરી ગયો.
કથાની શીખ
આ કથાની શીખ એ છે કે, પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ થાય તો એ સમયે બંનેએ ધીરજથી કામ લેવું જોઇએ. બધુ શાંત થયા બાદ બંનેને બધુ જ સરખી રીતે સમજાઇ જશે અને ખોટો નિર્ણય લેવાશે નહીં. ધીરજથી કામ લેવાથી પતિ-પત્ની વચ્ચે ઝગડા થતા અટકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..