50 ફુગ્ગાઓ પર જુદા-જુદા લોકોના નામ લખીને રૂમમાં રાખવામાં આવ્યા, બધાએ પોતાના નામના ફુગ્ગા શોધવાના હતા, અનેક પ્રયાસ પછી પણ તેઓ આવું ન કરી શક્યા, તેના પછી જે થયું તેનાથી આપણને પણ શીખ મળે છે

એક વખત કોઈ હોટલમાં કંપનીની મીટિંગ ચાલી રહી હતી. આશરે 50 લોકો તે મીટિંગમાં હતા. મીટિંગનો વિષય હતો કે આપણી સમસ્યાઓને આપણે કેવી રીતે દૂર કરી શકીએ છીએ? મીટિંગ શરૂ થઈ એને થોડો સમય જ થયો હતો કે કંપનીના એક મોટા અધિકારી પણ ત્યાં આવી ગયા.

તેમની પાસે ઘણા બધા રંગ-બેરંગી ફુગ્ગા હતા. તેમણે મીટિંગ વચ્ચે જ રોકી દીધી અને બધા લોકોને એક-એક ફુગ્ગા આપતા બોલ્યા કે તેના ઉપર માર્કરથી તમારું નામ લખી દો. કોઈને કંઈ સમજમાં નહોતું આવી રહ્યુ કે મીટિંગમાં આ શું થઈ રહ્યુ છે પરંતુ અધિકારીને કંઈ પૂછવાની કોઈની હિમ્મત નહોતી.

બધા લોકોએ ફુગ્ગા પર પોતાનું નામ લખી દીધું. તેના પછી તે બધા ફુગ્ગાને એક રૂમમાં રાખી દીધા. અધિકારીએ ત્યાં ઉપસ્થિત બધા લોકોને કહ્યુ કે – તમારે બધાએ રૂમમાં જઇને 5 મિનિટમાં પોતાના નામવાળો ફુગ્ગો શોધવાનો છે. બધા લોકો ઝડપથી રૂમમાં ધૂસ્યા અને પોતાના નામના ફુગ્ગા શોધવા લાગ્યા. આ દોડધામમાં કોઈને પોતાના નામનો ફુગ્ગો નહોતો મળી રહ્યો. 5 મિનિટ પછી બધા લોકોને બહાર બોલાવવામાં આવ્યા. બધા ખાલી હાથ આવ્યા. અધિકારીએ તેનું કારણ પૂછ્યુ તો બધાએ એક સાથે કહ્યુ કે – અમે પ્રયાસ તો ઘણા કર્યા પરંતુ પોતાના નામનો ફુગ્ગો ન શોધી શક્યા.

અધિકારીએ કહ્યુ કે – કોઈ વાત નહીં, તમે બધા એક વખત પાછા રૂમમાં જાઓ પરંતુ આ વખતે જેને જે પણ ફુગ્ગા મળે, તેના ઉપર જેનું નામ લખ્યુ હોય તે વ્યક્તિને આપી દે. આ વખતે જ્યારે બધા રૂમમાં ગયા તો બધા શાંત હતા. બધાએ એકબીજાને તેમના નામના ફુગ્ગા આપ્યા અને ત્રણ મિનિટમાં જ બહાર આવી ગયા.

અધિકારીએ કહ્યુ – એકદમ આવી જ વસ્તુ આપણી લાઇફમાં પણ થઈ રહી છે. બધા પોતાના માટે જ જીવી રહ્યા છે, તેને તેનાથી કોઈ ફેર નથી પડતો કે કેવી રીતે બીજાની મદદ કરી શકો છો. જો આપણે બીજાની સમસ્યા દૂર કરવામાં તેની મદદ કરો તો હોય શકે છે કોઈ આપણી પણ મદદ કરી દે. આ રીતે બધાની સમસ્યાઓ દૂર થઈ શકે છે.

બોધપાઠ

આપણી ખુશી બીજાની ખુશીમાં છુપાયેલી છે. જ્યારે આપણે બીજાની તરફ તેમની ખુશીઓ આપતા શીખી જઇએ છીએ તો આપમેળે જ આપણને આપણી ખુશીઓ પણ મળી જશે અને આ જ માનવ જીવનનો ઉદ્દેશ્ય પણ છે.

આ પણ વાંચજો – એક મોટા વૃક્ષ પર કબૂતરોનું ટોળું રહેતું હતું, વૃદ્ધ કબૂતરે બધાને કહ્યુ કે વૃક્ષના થળ પર વીટાયેલી વેલને તરત નષ્ટ કરી દો, બધા કબૂતર વૃદ્ધની વાતનો મજાક ઉડાવવા લાગ્યા અને બોલ્યા આ વેલ અમારું શું બગાડી દેશે, જાણો પછી વૃદ્ધની વાત કેવી રીતે પડી સાચી?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો