બીજાનું હિત કરનાર ખેડૂતને એક ઇજાગ્રસ્ત સાપ દેખાયો, તેને દયા આવી ગઈ અને તે સાપને ઉપાડીને પોતાના ઘરે લઈ આવ્યો તેની સંભાળ કરવા લાગ્યો.જાણો પછી શું થયું.

પ્રાચીન સમયમાં એક ખેડૂત કાયમ બીજાનું હિત કરતો રહેતો હતો. કોઈ પણ પ્રાણીને તે તકલીફમાં નહોતો જોઈ શકતો. તે કાયમ બીજાની મદદ કરવા માટે તૈયાર રહેતો હતો. ગામના લોકો પણ તેનું ખૂબ સન્માન કરતા હતા.

એવામાં એક દિવસ સાંજ તે પોતાના ખેતરમાંથી કામ કરીને ઘરે પાછો આવી રહ્યો હતો. ત્યારે શિયાળાની સિઝન હતી. રસ્તામાં તેને એક સાપ દેખાયો. સાપ ઇજાગ્રસ્ત હતો અને શિયાળાના કારણે તે હલી પણ નહોતો શકતો. ખેડૂતને તે સાપ ઉપર દયા આવી ગઈ. તેણે સાપને એક થેલીમાં નાખ્યો અને પોતાના ઘરે લઈ ગયો.

ખેડૂતે ઘરની ઠંડક દૂર કરવા માટે લાકડું સળગાવ્યું. ખેડૂતે આખી રાત સાપની સંભાળ કરી. ઘરમાં ગરમીના કારણે ધીમે-ધીમે સાપ ભાનમાં આવવા લાગ્યો. સવાર થતા જ સાપ સંપૂર્ણપણે ભાનમાં આવી ગયો અને તેણે ખેડૂતને ડંખી લીધો અને ત્યાંથી જતો રહ્યો.

ખેડૂત તરત જ ઘરની બહાર આવ્યો. તેને લાગવા લાગ્યુ કે હવે તે બચી નહીં શકે. થોડી જ વારમાં તેની આજુબાજુ રહેતા લોકો પણ ખેડૂત પાસે આવી ગયા.

મરતી વખતે ખેડૂતે બધાને કહ્યુ કે મેં એક સાપના પ્રાણોની રક્ષા કરી હતી પરંતુ તેણે મને જ ડંખી લીધો એટલે તમે બધા આ ઘટનાથી શીખ લો અને ક્યારેય પણ કોઈ જાનવર અથવા એવા લોકોની મદદ ન કરતા જે બદલાતા નથી.

બોધપાઠ

આ નાનકડી કહાણીથી શીખ મળે છે કે આપણી આજુબાજુ કેટલાક ખરાબ લોકો હોય છે જે ક્યારેય નથી બદલતા. આવા લોકોની સાથે કેટલો પણ સારો વ્યવહાર કરો પરંતુ અંતમાં પોતાનો અસલી સ્વભાવ બતાવી જ દે છે. એટલે આવા લોકોની મદદ ન કરવી જોઈએ. તેનાથી કાયમ સાવચેત રહેવું જોઈએ.

આ પણ વાંચજો – એક ગરીબ ખેડૂત પાસે માત્ર એક ગાય અને બે કોથળા અનાજ હતું. પોતાની ગરીબીના કારણે તે ભાગ્ય અને ભગવાનને આખો દિવસ ધુત્કારતા હતા, એક દિવસ એક સાધુ આવ્યા અને તેણે કહ્યુ જો પોતાની કિસ્મત બદલવી છે તો આ ગાય અને બે કોથળા અનાજ પણ વેચી નાખો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો