એક વખત એક રાજા પોતાની સેના સાથે કોઈ યુદ્ધમાં વિજય થઈને પોતાના પાટનગર પાછા આવી રહ્યા હતા. રસ્તામાં બધુ કરિયાણું ખતમ થઈ ગયું અને સૈનિક પણ ખૂબ જ થાકી ગયા હતા. રસ્તામાં એક નદી જોઇને રાજાએ ત્યાં રોકાવાનો નિર્ણય કર્યો. સૈનિકોએ થોડી વાર ત્યાં આરામ કર્યો.
થોડી વાર પછી રાજાએ સૈનિકોને કહ્યુ કે આજુબાજુ જે પણ ખેતર દેખાઇ, ત્યાંથી પાક કાપીને લઈ આવો, જેથી ભોજનની વ્યવસ્થા થઈ શકે. રાજાના આદેશનું પાલન કરતા સૈનિકોની એક નાનકડી ટુકડી નજીકના ગામમાં પહોંચી. ગામની બહાર તેમને એક ખેડૂત દેખાયો.
સૈનિકોએ ખેડૂતને મોટા ખેતર પર લઈ જવા કહ્યુ. ખેડૂતને લાગ્યુ કે આ કોઈ અધિકારી છે. મોટા ખેતર પર જતા જ સૈનિકોએ કહ્યુ કે આ પાક કાપવાનો છે. આ સાંભળતા જ ખેડૂત દંગ રહી ગયો. તેણે સૈનિકોને કહ્યુ કે આ ખેતરનો પાક ન કાપો. હું તમને બીજા ખેતરે લઈ જઉં છું. સૈનિકો ખેડૂત સાથે ગયા. તે થોડા દૂર લઈ ગયો અને ત્યાં એક નાનકડા ખેતરની તરફ ઇશારો કરીને કહ્યુ – તમારે જેટલો પાક જોઈએ અહીંથી કાપી લો. સૈનિકોએ નારાજ થતા કહ્યુ – આ ખેતર તો ખૂબ નાનકડું છે. પછી તું અમને અહીં આટલા દૂર લઈને કેમ આવ્યો?
ત્યારે ખેડૂતે નમ્રતાથી કહ્યુ – તે ખેતર કોઈ બીજાનું હતું. હું પોતાની સામે તેનું ખેતર કેવી રીતે કપાતા જોઇ શકું? એટલે તમને અહીં લઈને આવ્યો. ખેડૂતનું મન જોઇને સૈનિકોનો ગુસ્સો ઠંડો થઈ ગયો. તેમણે આ વાત રાજાને જણાવી. ત્યારે રાજાએ પોતાની ભૂલ સુધારતા ખેડૂતને તેના પાકના બદલામાં પૂરતું ધન આપ્યું અને પાક કપાવ્યો.
બોધપાઠ
જો તમે કોઈ ઊંચા હોદ્દા પર છો તો પણ તમારે કોઈ પાસે કોઈ વસ્તુ મફત ન લેવી જોઈએ
આ પ્રકારનાં વધુ આર્ટિકલ વાંચવા માટે ડાઉનલોડ કરો PNN- News Network ની એપ.