વેપારી ગધેડા ઉપર મીઠાંના કોથળા રાખીને જઈ રહ્યો હતો, ત્યારે ગધેડાનો પગ લપસી ગયો અને તે નદીમાં પડી ગયો, પાણીમાં મીઠું ઓગળી જવાથી ગધેડાનો ભાર ઓછો થઈ ગયો હતો, બીજા દિવસે ભાર ઓછો કરવા માટે ગધેડો જાણી-જોઇને નદીમાં બેસી ગયો, જાણો પછી વેપારીએ શું કર્યું?

પ્રાચીન સમયમાં એક મીઠાંનો વેપારી હતો. તેની પાસે એક ગધેડો હતો. રોજ સવારે તે ગધેડા ઉપર મીઠાંના કોથળા નાખીને આજુબાજુના ગામમાં વેચવા જતો હતો. રસ્તામાં એક નદી પણ હતી અને તેના ઉપર પુલ બનેલો હતો. વેપારી તે પુલથી ગધેડાને લઈને વેપાર માટે જતો હતો.

એક દિવસ તે પોતાના ગધેડાની સાથે મીઠું લઈને જઈ રહ્યો હતો, પુલ પર પહોંચતા જ ગધેડાનો પગ લપસી ગયો અને તે નદીમાં પડી ગયો. નદીમાં પડતા જ તેની પીઠ પર નાખેલું મીઠું પાણીમાં ઓગળી ગયું. ગધેડાની પીઠ પર રાખેલું વજન ઓછું થઈ ગયું તો ગધેડાને ખૂબ આરામ મળી ગયો. તેણે વિચાર્યુ કે આ તો ખૂબ સારું થયું હવે મને વધુ વજન નહીં ઉપાડવું પડે. મીઠું ઓગળી જવાના કારણે વેપારી પોતાના ઘરે આવી ગયો, આખો દિવસ ગધેડાને આરામ મળી ગયો.

બીજા દિવસે સવારે વેપારી રોજની જેમ ગધેડાની પીઠ પર મીઠાંના કોથળા નાખી દીધા. માર્ગમાં જેમ તે પુલ આવ્યો ગધેડો જાણી-જોઇને પાણીમાં બેસી ગયો. તેની પીઠ પર રાખેલું મીઠું પાણીમાં ઓગળી ગયું અને તેનો ભાર હળવો થઈ ગયો. વેપારીને સમજ આવી ગયું કે ગધેડો જાણી-જોઇને પાણીમાં બેઠો છે. તેને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે નક્કી કરી લીધું કે તે ગધેડાને પાઠ ભણાવીને જ રહેશે.

તેના પછી બીજા દિવસે વેપારીએ ગધેડાની પીઠ પર રુંના કોથળા રાખી દીધા અને તે નીકળી પડ્યો. રસ્તામાં જેમ નદી આવી તો ગધેડો સમજ્યા-વિચાર્યા વિના ફરીથી પાણીમાં બેસી ગયો.

નદીમાં બેસતા જ રું ભીનું થઈ ગયું અને તેનું વજન વધી ગયું. હવે તેને અનેક ગણું વધારે વજન ઉપાડવું પડી રહ્યું હતું. તે દિવસે ગધેડાએ વિચારી લીધું કે તે આગળથી આવું નહીં કરે.

બોધપાઠ

આ એક લોકકથા છે. આ કહાણીનો સાર એ છે કે આપણે ગધેડાની જેમ કોઈ પણ કામ વિચાર્યા વિના ન કરવું જોઈએ. કોઈ પણ કામ કરતા પહેલા આપણે વિચાર કરી લેવો જોઈએ. આ કથાની બીજી સીખ એ છે કે કોઈ મૂરખને બોધપાઠ શીખવીને જ નિયંત્રણમાં લાવી શકાય છે.

આ પણ વાંચજો – દુષ્ટ જાદુગરે એક સુંદર યુવતીને જાદુથી ફૂલમાં બદલી દીધી, રોજ રાતના તે ફરીથી યુવતી બની જતી હતી, એક સવારે યુવતીએ તેની માતાને કહ્યુ કે જો તમે મને છોડથી તોડી નાખો તો જાદુગરનો જાદુ ખતમ થઈ જશે પરંતુ હજારો ફૂલોમાં મને કેવી રીતે શોધશો?

આ પ્રકારનાં વધુ ધાર્મિક આર્ટિકલ વાંચવા માટે ડાઉનલોડ કરો PNN- News Network ની એપ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો