પ્રાચીન સમયમાં એક ડાકૂ અને એક પ્રસિદ્ધ સાધુનું મૃત્યુ એક જ દિવસે થયું. બંનેના અંતિમ સંસ્કાર પણ એક જ સ્મશાનમાં થયા. તેના પછી તેમની આત્મા યમલોક પહોંચી. યમરાજે બંનેના કર્મોનો હિસાબ જોયો અને બંનેને કહ્યુ કે તમે પોતાના-પોતાના કર્મો વિશે કંઈ કહેવા ઈચ્છો છો તો કહી શકો છો.
ડાકૂ વિનમ્રતાપૂર્વક બોલ્યો કે પ્રભુ હું એક ડાકૂ હતો અને આખી જિંદગી મે પાપ કર્યા છે. તમે મારા કર્મોનો જે પણ ફળ આપશો મને તે સ્વીકાર છે.
સાધુએ કહ્યુ કે મહારાજ, મેં આજીવન તપ કર્યા છે. ભગવાનની ભક્તિ કરી છે. મેં જીવનમાં ક્યારેય પણ કોઈ ખોટું કામ નથી કર્યું. કાયમ ધર્મ-કર્મમાં લાગેલો રહ્યો છું. એટલે ભગવાન મને સ્વર્ગ મળવું જોઈએ.
યમરાજે બંનેની વાતો સાંભળી લીધી અને ડાકૂને કહ્યુ કે હવેથી તારે આ સાધુની સેવા કરવાની છે, આ જ તારો દંડ છે. ડાકૂ આ કામ માટે તૈયાર થઈ ગયો પરંતુ આ સાંભળતા જ સાધુ ગુસ્સે થઈ ગયો.
સાધુએ યમરાજને કહ્યુ કે મહારાજ આ તો પાપી છે, તેની આત્મા અપવિત્ર છે, તેણે જીવનમાં ક્યારેય કોઈ સારું કામ નથી કર્યુ. આ મને સ્પર્શ કરશે તો મારો ધર્મ ભ્રષ્ટ થઈ જશે.
સાધુની આવી વાત સાંભળતા જ યમરાજ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યુ કે જે વ્યક્તિએ આખી જિંદગી લોકોની હત્યાઓ કરી છે, કાયમ લોકો ઉપર રાજ કર્યો છે, તેની આત્મા હવે વિનમ્ર થઈ ગઈ છે અને તારી સેવા કરવા માટે પણ તૈયાર છે. જ્યારે તેં આખી જિંદગી ભક્તિ અને તપ કર્યા પરંતુ તારા સ્વભાવમાં અહંકાર છે. મૃત્યુ પછી પણ તું વિનમ્ર નથી થઈ શક્યો. આ કારણે તારી તપસ્યા અધૂરી છે. હવે તું આ ડાકૂની સેવા કરીશ, આ જ તારી સજા છે.
બોધપાઠ
આપણે કાયમ સારા કામ કરવા જોઈએ પરંતુ ક્યારેય પણ સારા કામ ઉપર અહંકાર ન કરવો જોઈએ. જે લોકો અહંકાર કરે છે તેમની બધી ઈચ્છાઓ ખતમ થઈ જાય છે. વ્યક્તિએ કાયમ વિનમ્ર રહેવું જોઈએ. ત્યારે જ તેને બધા સુખ મળી શકે છે.
આ પ્રકારનાં વધુ ધાર્મિક આર્ટિકલ વાંચવા માટે ડાઉનલોડ કરો PNN- News Network ની એપ.