બુદ્ધ પોતાના શિષ્યોની સાથે કોઈ ગામમાં જઈ રહ્યા હતા, તેમને રસ્તામાં ઘણા બધા ખાડા દેખાયા, એક શિષ્યે બુદ્ધને પૂછ્યુ કે આ ખાડાનું રહસ્ય શું છે? પછી બુદ્ધે જણાવ્યું રહસ્ય. વાંચો સંપૂર્ણ સ્ટોરી

બૌદ્ધ ધર્મના સંસ્થાપક ગૌતમ બુદ્ધ એક વખત પોતાના શિષ્યો સાથે એક ગામમાં ઉપદેશ આપવા જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને જગ્યા-જગ્યાએ ઘણાંબધા ખાડા દેખાયા.

મહાત્મા બુદ્ધનો એક શિષ્ય આ ખાડાને જોઇને વિચારવા લાગ્યો કે તેનું રહસ્ય શું છે?

તેણે પોતાના ગુરુ બુદ્ધને પૂછ્યુ કે તથાગત કૃપા કરી મને આ ખાડાનું રહસ્ય જણાવો, એક સાથે આટલા બધા ખાડા કોણે અને કેમ કર્યા છે?

ગૌતમ બુદ્ધે શિષ્યને જવાબ આપ્યો કે કોઈ વ્યક્તિએ પાણીની શોધમાં આટલા ખાડા કર્યા છે. જો તે ધીરજપૂર્વક એક જ જગ્યાએ ખાડો કરતો તો તેને પાણી જરૂર મળી જતું, પરંતુ તે થોડી વાર ખાડો કરતો અને પાણી ન મળવા પર બીજી જગ્યાએ ખાડો કરવાનું શરૂ કરી દેતો. તેના કારણે તેને ક્યાંય પણ પાણી ન મળતું.

બોધપાઠ

બુદ્ધે શિષ્યોને સમજાવ્યા કે જો કોઈ વ્યક્તિ કોઈ કામમાં સફળ થવા ઈચ્છતો હોય તો તેને ખૂબ મહેનત કરવી પડે છે પરંતુ સખત મહેનતની સાથે જ સ્વભાવમાં ધીરજ હોવી પણ જરૂરી છે. ક્યારેક-ક્યારેક લાંબા સમય સુધી મહેતન કર્યા પછી જ સફળતા મળી શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ ધીરજ બનાવી રાખવી જોઈએ નહીં તો સફળતા નથી મળી શકતી.

આ પણ વાંચજો – રાતે ફકીરના ઘરમાં ઘુસી ગયો ચોર, પરંતુ ઘરમાં ચોરી કરવા માટે કંઈ હતુ જ નહી, ચોર પાછો જવા લાગ્યો તો ફકીરે તેને રોકીને કહ્યુ અહીં બેસી જા અને હું જે કહુ તે કામ કર, ચોરે માની લીધી ફકીરની વાત, જાણો ફકીરે શું કહ્યું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો