થાળીમાં એટલું જ ભોજન લેવું જોઈએ, જેટલું આપણે ખાઇ શકીએ છીએ, ભોજન વ્યર્થ ફેંકવું ન જોય

ગુરુકુળમાં એક યુવક રોજ પોતાના મિત્રોની સાથે ભોજન કરતો હતો. તેના બધા મિત્રો થાળીમાં ઘણું બધુ ભોજન લઈ લેતા અને પછી તેને પૂરું ખાતા નહીં પરંતુ આ યુવક ભોજન કરતી વખતે પોતાની થાળીમાં લીધેલું બધુ ભોજન ખાઇ જતો હતો. તે થાળીમાં પોતાની જરૂર મુજબ ભોજન લેતો હતો. આ જોઇને મિત્રો તેનું મજાક ઉડાવતા હતા. મિત્રોએ તે યુવકને પૂછ્યુ કે તું રોજ કેમ આખી થાળી સાફ કરીને નાખે છે ક્યારેય કંઈ પડતું પડતું નથી મૂકતો?

– યુવકે પોતાના મિત્રોને જવાબ આપ્યો કે હું 3 કારણોથી આવું કરું છું. પહેલું કારણ એ છે કે હું મારા પિતાનું સન્માન કરું છું. તે આ ભોજન માટે દિવસ-રાત મહેનત કરે છે જેથી મને ભોજન મળી શકે. તેમની મહેનતથી આવેલું ભોજન હું વ્યર્થ ફેંકી નથી શકતો.

વાસણમાંથી ભોજન પૂરું સાફ કરીને ખાતા એક યુવકનું તેના મિત્રો મજાક ઉડાવી રહ્યા હતા, ત્યારે યુવકે આપ્યા એવા 3 કારણો કે સાંભળીને બધા જ મિત્રો મૂકાઇ ગયા શરમમાં

– બીજું કારણ કે હું મારી માતાનું સન્માન કરું છું. રોજ સવારે વહેલા ઊઠીને તે મારા માટે ભોજન બનાવે છે. ભોજન ફેંકવાથી મારી માતાની મહેનત વ્યર્થ થઈ જશે.

– ત્રીજું કારણ એ છે કે હું ખેડૂતનું સન્માન કરું છું. ખેડૂત ભૂખ્યા રહીને, દિવસ-રાત મહેનત કરીને અનાજ ઉત્પન્ન કરે છે. ભોજન ફેંકવાથી તેમનું અપમાન થાય છે.

આ વાતો સાંભળીને યુવકના બધા મિત્રો શરમમાં મૂકાઇ ગયા અને તે યુવકની પ્રશંસા કરવા લાગ્યા.

બોધપાઠ

આ નાનકડી કથાથી શીખવા મળે છે કે આપણે થાળીમાં માત્ર એટલું જ ભોજન લેવું જોઈએ જેટલી આપણી ભૂખ છે. ભોજનનો એક કર્ણ પણ વ્યર્થ ન કરવો જોઈએ.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો