દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જોઇએ પિતા-પુત્રની આ વાતો, હંમેશાં રહેશો સુખી

પૌરાણિક સમયમાં એક ગરીબ વ્યક્તિ મરણ મથારીએ પડ્યો હતો. આખુ જીવન તેણે ખૂબજ પરિશ્રમ કર્યો, છતાં વધારે ધન ન કમાઇ શક્યો. તેની પત્નીનું મૃત્યુ પહેલાં જ થઈ ચૂક્યું હતું. જ્યારે તેને લાગ્યું કે, તે પણ હવે વધારે જીવી નહીં શકે ત્યારે તેણે પોતાના દિકરાને બોલાવ્યો અને કહ્યું, હું તને ચાર અનમોલ રત્નો આપવા ઇચ્છું છું. જો આ રત્નો તું તારી સાથે રાખીશ તો તારે ક્યારેય દુ:ખ ભોગવવું નહીં પડે.

1. પહેલું રત્ન ક્ષમા

પિતાએ દિકરાને જણાવ્યું કે, તને કોઇ કઈં પણ કહે, ક્યારેય તેને મનમાં ન રાખવું અને ક્યારેય તેનો બદલો લેવાનું પણ ન વિચારવું. તેને માફ કરી દેવું. આ પહેલું રત્ન છે.

2. બીજું રત્ન છે ભૂલવું

જો કોઇ વ્યક્તિ તને કઈં આડુ-અવળું બોલે તો તેને માફ કરી દેવું અને ભૂલી જવું. ભૂલ્યા બાદ ક્યારેય તેનો બદલો લેવાનો વિચાર નહીં આવે.

એક ગરીબ વ્યક્તિ મરણ પથારીએ હતો ત્યારે દિકરાને બોલાવ્યો અને કહ્યું, હું તને 4 રત્નો આપવા ઈચ્છું છું, જેને હંમેશાં સાથે રાખીશ તો ક્યારેય દુ:ખી થવું નહીં પડે

3. ત્રીજું રત્ન છે વિશ્વાસ

સમય સારો હોય કે ખરાબ, દરેક પરિસ્થિતિમાં ભગવાન પર અને પોતાની મહેનત પર વિશ્વાસ રાખવો જોઇએ. ભગવાન પોતાના ભક્તોને દરેક સંકટથી બચાવે છે. ધીરજથી કામ કરવું.

4. ચોથું રત્ન છે વૈરાગ્ય

એક વાત હંમેશાં ધ્યાનમાં રાખવી, જેણે જન્મ લીધો છે, તેનું મૃત્યુ પણ ચોક્કસથી થશે. માટે ક્યારેય કોઇ છળ-કપટ ન કરવું, કોઇને દગો ન દેવો. કારણકે મૃત્યુ બાદ આપણે કઈં પણ સાથે લઈને નથી જઈ શકતા.

પિતાએ દિકરાને કહ્યું કે, જ્યાં સુધી આ ચાર રત્નો તું તારી સાથે રાખીશ, તું હંમેશાં ખુશ અને પ્રસન્ન રહીશ.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો