માં ની બહાદુરીને સલામ! 8 વર્ષના બાળકને ચિત્તો ઉપાડી ગયો, એક કિમી સુધી પીછો કરીને ચિત્તાના મોંઢામાંથી દીકરાને બચાવી લાવી મા

ચિત્તાના જબડામાંથી પોતાના દીકરાને એક મા બચાવી લાવી. માતા પર બે વખત ચિત્તાએ હુમલા કર્યા હતા. આ ઘટના બાદ આદિવાસી વિસ્તારમાં ડરનો માહોલ ઉત્પન્ન થઈ ગયો છે. વર્ષની અંદર આ બીજી ઘટના છે. જોકે આ દરમિયાન બંને ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયા છે. આ બંને જ ઇજાગ્રસ્તોની સારવાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુસમીમાં ચાલી રહી છે. સંજય ટાઈગર ઝોન ટમસાર બફર રેન્જ અંતર્ગત બાડીઝરિયા ગામમાં એક બેગા આદિવાસી પરિવારની કિરણ બેગા પોતાના બાળકોને ઠંડીથી બચાવવા માટે રવિવારે સાંજે 7 વાગ્યે ઘર સામે અગ્નિ બાળીને ત્રણ બાળકો સાથે બેઠી હતી.

આ દરમિયાન પાછળથી અચાનક ચિત્તો આવ્યો અને નજીકમાં બેઠેલા 8 વર્ષીય પુત્ર રાહુલને મોઢામાં દબોચીને જંગલ તરફ લઈ ભાગ્યો. લગભગ એક કિલોમીટર દૂર ચિત્તો જંગલમાં એક જગ્યાએ રોકાયો અને બાળકને પંજામાં દબોચીને બેસી ગયો હતો. આ દરમિયાન મહિલા હિંમત કરીને તેના પંજામાંથી બાળકને સંઘર્ષ બાદ છોડાવવામાં સફળ થઈ અને પછી છોકરાને પોતાના ખોળામાં કસીને લપેટી લીધું. છોકરાને છોડાવ્યા બાદ બીજી વખત ચિત્તાએ હુમલો કર્યો. ત્યારે તેણે તેના પંજાને પકડીને જોરથી ધકેલી દીધો.

ત્યાં સુધી ગામના લોકો પણ પહોંચી ગયા અને લોકોની ભીડ આવતા જોઈને ચિત્તો જંગલ તરફ ભાગી ગયો. મહિલાએ જણાવ્યું કે ત્યારબાદ તે બેહોશ થઈ ગઈ જ્યારે તેની આંખો ખૂલી તો જોયું કે હૉસ્પિટલમાં પહોંચી ગઈ છું. કિરણ જણાવે છે અમે સંજય ટાઈગર રિઝર્વના બફર ઝોનમાં રહીએ છીએ. મોટા ભાગે આ રીતેની ઘટના થતી રહે છે. મોટા ભાગે અમને ચિત્તા કહો કે રીંછ મળતા રહે છે. અમે પોતાનો જીવ બચાવવા માટે ભાગીએ છીએ. આ ઘટના બાદ લોકોમાં ડર હજુ વધી ગયો છે.

તેણે આગળ કહ્યું કે અમે લોકો તાપણું કરી રહ્યા હતા. જોતજોતમાં ચિત્તો દીકરાને ઉઠાવી લઈ ગયો. પીછો કરીને ચિત્તાથી દીકરાને બચાવી લાવી. દીકરો ઇજાગ્રસ્ત છે જેની સારવાર હૉસ્પિટલમાં કરાવવામાં આવી રહી છે. મહિલા અને ગ્રામજનો ચિત્તો હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ ક્ષેત્રીય વન અધિકારી સંજય ગાંધી રિઝર્વ વસીમ ભૂરિયાનું કહેવું છે કે હુમલો કરનારો નાનો દીપડો હતો, ચિત્તો નહોતો. બાળકના પીઠ, ગાલ અને આંખમાં ઇજા થઈ છે. એક હજાર રૂપિયાની તાત્કાલિક સહાયતા આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો