માઈભક્તો સાથે વેપારીઓની છેતરપિંડી: અંબાજી મંદિરમાં દાનમાં આવેલા મોટાભાગના ચાંદીના આભૂષણો નકલી, સ્થાનિક દુકાનોમાંથી ખરીદાયેલા હોવાનો ઘટસ્ફોટ

બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો બંધ રખાયો હતો. જો કે પૂનમ દરમિયાન  યાત્રાળુઓ માટે મંદિરના દ્વાર ખુલ્લાં રખાયાં હતાં. આ દિવસોમાં માઈભક્તો દ્વારા માતાજીના ભંડારમાં મૂકવામાં આવેલ ચાંદીના આભૂષણોમાંના મોટાભાગના ખોટા હોવાની વાત સામે આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈ તંત્ર દ્વારા ભાદરવી પૂનમનો મેળો તો મોકૂફ રખાયો હતો, પરંતુ બાધા, આખડી વાળા દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખુલ્લાં રખાયાં હતાં. આથી આ 6 દિવસ એટલે કે 15 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધીમાં અંબાજી ખાતે 5 થી 6 લાખ જેટલા યાત્રિકો અંબાજી પહોંચ્યા હતા અને આ યાત્રિકોમાંના મોટાભાગના યાત્રિકો દ્વારા પોતાની બાધા માનતા પૂરી કરવા માતાજીના ભંડારમાં ચાંદીના છત્તર, ત્રિશુલ, ખાખર જેવા અનેક આભૂષણો ધરાવવામાં આવ્યાં હતાં.

જો કે ભંડારમાં રહેલા આ આભૂષણોની તપાસ કરાતા તેમાંથી મોટાભાગના આભૂષણો બનાવટી હોવાનું સામે આવ્યું છે જેને લઇ મંદિર ટ્રસ્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. આવા આભૂષણો લઈ છેતરાતા યાત્રિકોને ખરાઈ કરવા અપીલ પણ કરવામાં આવી છે.

નકલી આભૂષણો સ્થાનિક દુકાનોમાંથી ખરીદાયા
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના સોના-ચાંદીના વેલ્યુઅરનાં જણાવ્યા મુજબ, મંદિરમાં આવી ચાંદીની ખોટી ચીજવસ્તુ મોટી માત્રામાં આવે છે જેમાંથી મોટા ભાગના આભૂષણ ખોટા હોય છે. તેમાં મહત્તમ અંબાજીની પ્રસાદ પૂજાપાની દુકાનથી ખરીદાયેલા ચાંદીના મોટાભાગના આભૂષણ ખોટા હોય છે. આટલું જ નહીં, યાત્રિકોને આપતી વખતે સ્થાનિક વેપારીઓ ચાંદીના ભાવ કરતાં પણ વધુ એટલે કે 60 થી 70 હજાર રૂપિયે કિલોના ભાવે પધરાવી દેતા હોય છે.

જોકે મંદિરમાં આવેલા મોટાભાગના ચાંદીના આભૂષણ ખોટો હોવાનું સામે આવતાં જ મામલો સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે, ત્યારે જો કોઈ દર્શનાર્થી દ્વારા મંદિરમાં બનાવેલા ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કરવામાં આવશે તો જિલ્લા કલેક્ટર દ્વારા વહેલી તકે તપાસ કરી દોષિતો સામે પગલા ભરવા જિલ્લા કલેક્ટરે બાંહેધરી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો