સવારનો નાસ્તો ન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ અનેક ગણું વધી જાય છે: રિસર્ચ

ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણી લાઈફસ્ટાઈલ એટલી બધી વ્યસ્ત થઈ ગઈ છે, કે આપણને જમવા માટે પણ પૂરતો સમય નથી મળતો. મોટા ભાગના લોકો સવારે કોલેજ કે નોકરી પર સમયસર પહોંચવાની ઉતાવળને લીધે સવારનો નાસ્તો નથી લેતા. આ બાબત આપણે ભલે સામાન્ય માનતા હોઈએ, પરંતુ તે તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

હાર્ટ એટેકેનો ભોગ બનેલા દર્દીઓ ઉપર થયુ રિસર્ચ

પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજીના યુરોપિયન જર્નલ’ ધ ફાઈન્ડિંગ્સ’માં છપાયેલાં આર્ટિકલ પ્રમાણે સવારનો નાસ્તો ન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘણું વધી જાય છે. રિસર્ચર માર્કોસ મિનીકુચીના કહ્યા અનુસાર, આ રિસર્ચ હાર્ટ એટેકેનો ભોગ બનેલા કુલ 113 દર્દીઓ પર કરવામાં આવ્યું હતું, જેમની ઉંમર 60 વર્ષ આસપાસ હતી. આ દર્દીઓમાં 73 ટકા પુરુષો હતા. આ રિસર્ચમાં સવારનો નાસ્તો ન કરનારા 58 ટકા દર્દીઓ, રાત્રે મોડા જમનારા દર્દીઓ 51 ટકા અને 48 ટકા દર્દીઓમાં બંને આદતો જોવા મળી હતી.

સંશોધકોનું કહેવું છે કે જમવાની આદત સુધારવા માટે રાતનું ભોજન અને સુવાના સમય વચ્ચે ઓછમાં ઓછું 2 કલાકનું અંતર હોવું જોઈએ. સવારના નાસ્તામાં વધારે દૂધ, દહીં, પનીર , ઘઉંની રોટલી, બ્રેડ અને ફળોનો સમાવેશ કરવો જોઈએ.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો