રાજ્યમાં સરપંચની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સરપંચની ચૂંટણી કોઈ પક્ષ દ્વારા લડવામાં આવતી નથી. પણ સરપંચના પદ માટે ઉમેદવાર કોઈ પણ પક્ષના સમર્થનથી ચૂંટણી લડી શકે છે. એટલે રાજકીય પક્ષ માત્ર સમર્થન આપી શકે છે. તો બીજી તરફ રાજ્યમાં ઘણા ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની નથી કારણ કે આ ગામડાઓમાં ગામમાં લોકોએ ચૂંટણી વગર સરપંચની વરણી કરી દીધી છે. એટલે કે ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે. તો બીજી તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇને મતદારોમાં પણ ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ શહેરમાં રોજગારી માટે આવેલા લોકો પણ સરપંચની ચૂંટણીમાં મત આપવા માટે ગામડે જઈ રહ્યા છે.
રિપોર્ટ અનુસાર સુરતને ડાયમંડ અને ટેક્સટાઈલનું હબ ગણવામાં આવે છે. ત્યારે સુરતમાં રોજગારી મેળવવા માટે અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાંથી લોકો આવ્યા છે. ત્યારે સુરતમાં રહેતા યુવાનો જ્યારે-જ્યારે ચૂંટણી હોય છે ત્યારે તેઓ મત આપવા માટે વતનમાં જતા હોય છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇને પણ યુવાનો મતદાન કરવા માટ વતનમાં જઈ રહ્યા છે. ત્યારે સુરતમાંથી યુવાનોએ વતનમાં જવા માટે એડવાન્સ બુકિંગ પણ કરાવ્યા છે. સુરતથી 600 જેટલી બસોનું બુકિંગ થઇ ચૂક્યા છે એટલે અંદાજીત 50,000 જેટલા મતદારો મત આપવા માટે વતનમાં જશે. તો બીજી તરફ છેલ્લા 1 અઠવાડિયાથી સુરતના વરાછા, મોટા વરાછા અને કતારગામ સહિતના વિસ્તારમાં રહેતા લોકો મત આપવા માટે વતનમાં જવાની તૈયારીઓમાં પડ્યા છે. તો કેટલાક યુવકો ચૂંટણીના બેથી ત્રણ દિવસ પહેલા વતનમાં પહોંચી પણ ગયા છે.
રાજ્યમાં સરપંચની ચૂંટણી 19 ડિસેમ્બર રોજ યોજાશે. 19 ડિસેમ્બરના રોજ 10,879 ગામડાઓમાં ચૂંટણીનો જંગ જામશે. 19 ડિસેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીની મત ગણતરી 21 ડીસેમ્બરના રોજ થશે. તો બીજી તરફ 24 ડિસેમ્બરના રોજ પુન: મતદાન યોજવામાં આવશે. ગામડાઓમાં સરપંચની ચૂંટણીને લઇને તમામ વ્યવસ્થા પૂરી પાડવા માટે 17 પ્રાંત અધિકારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇને ગ્રામ્ય વિસ્તારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વોર્ડ સભ્ય અને સરપંચ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..