બનાવો મૂળાની ભાજીનું શાક, મોટામાં મોટી બીમારીઓ થશે દૂર, જાણો બનાવવાની સરળ રીત

મૂળો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે તેને સલાડ તરીકે પણ ખાઇ શકીએ છીએ. તેનાથી શરીરમાં બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને લીવર માટે ખૂબ ફાયદાકારક હોય છે. તો શિયાળામાં લોકો મૂળાથી અવનવી વાનગીઓ પણ બનાવતા હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય મૂળાનું શાક..

વાનગી

  • 1 નંગ – પાંદડા વાળા મૂળા
  • 1/2 ચમચી – રાઇ
  • 1/2 ચમચી – જીરૂ
  • 1 ચપટી – હીંગ
  • 1/2 ચમચી – હળદર
  • 1/ ચમચી – મરચું
  • 1/2 ચમચી – આમચૂર પાવડર
  • જરૂરિયાત મુજબ – તેલ
  • સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ મૂળા અને તેની ભાજીને ઝીણી સમારી લેવી. તે બાદ તેમા મીઠું નાખીને ઢાંકીને મૂકી દો. મૂળામાંથી પાણી છૂટું પડે એટલે તેને નીતારી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી લો અને તેમા રાઇ, જીરૂ, હીંગ ઉમેરી લો. તે બાદ તેમા હળદર અને લાલ મરચું ઉમેરી લો. હવે તેમા મૂળા અને તેની ભાજી ઉમેરી લો. તેને ધીમી આંચ પર ચડવા દો. હવે તેમા અડધો કપ પાણી ઉમેરી લો. તેમાં ઉપરથી થોડૂકં મીઠું નાખી ઢાંકી લો. 2 મિનિટ બાદ તેમા આમચૂર પાવડર ઉમેરો. 5 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરી લો. તૈયાર છે મૂળાનું શાક..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો