ઠંડીમાં બનાવો ગરમાગરમ મૂળાની ભાજી, ખાનારા ખાતા જ રહી જશે, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. બજારમાં ગાજર, મૂળા, મેથીની ભાજી જેવા શાકભાજી આવવા લાગ્યા છે. હાલ તો ખાસ લીલી હળદર, લીલું લસણ, લીલી ડૂંગળી મોટા પ્રમાણમાં આવી રહી છે. માર્કેટમાં ખૂબજ સરસ મૂળા જોવા મળે છે. મૂળાનો ઉપયોગ તો સલાડમાં કરવામાં આવે જ છે, પરંતુ મોટાભાગના લોકો મૂળાનાં પાન ફેંકી દેતા હોય છે. આ પાનમાંથી પણ અલગ-અલગ ટેસ્ટી વાનગીઓ બનાવી શકાય છે. આજે આપણે બનાવીશું મૂળાની ભાજી.

મૂળાની ભાજી બનાવવા જોશે સામગ્રી

  • 4 મૂળાની ભાજી
  • 1 મૂળો પાતળો સમારેલો
  • 2 ચમચી ચણાનો લોટ
  • 2 ચમચી વાટેલું લસણ
  • 2 ટમેટા બારીક સમારેલ
  • 2 ચમચા તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી ધાણાજીરૂ
  • 2 ચમચી કાશ્મીરી મરચુ
  • અડધી ચમચી હળદર
  • રાઈ જીરુ અને હીંગ

મૂળાની ભાજી બનાવવાની રીત

સૌપ્રથમ મૂળાની ભાજી કાઢીને પાણીથી ચોખ્ખી સાફ કરી લો હાથ વડે થોડી તોડી દો હવે એક પેનમાં તેલ મુકી રાઈ જીરું હિંગ નાખી વાટેલું લસણ નાખો તેમાં ટમેટા બારીક સમારીને નાંખો ત્યારબાદ તરત મૂળો નાખી હલાવી લો પછી હળદર ધાણાજીરું લાલ મરચું અને મીઠું નાખી દો અને ફરિવાર થોડું હલાવી લો પછી મુળા ની ભાજી નાખી થોડી વાર ચઢવા દો ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાખી થોડું હલાવી હાથ વડે પાણી છાંટી દો હળવા હાથે હલાવી લો ચડી જાય એટલે ગેસ ઓફ કરી દો. આ ભાજી બાજરાના કે મકાઈના રોટલા સાથે ખુબજ સારી લાગે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો