નરેન્દ્ર મોદી આઝાદી પછીના સૌથી સફળ વડાપ્રધાન છેઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ મોદી આઝાદી પછીના સૌથી સફળ વડાપ્રધાન છે. વડાપ્રધાન મોદીના બંધારણીય પદ પર 20 વર્ષ પૂરા થવાના અવસરે નવી દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં 3 દિવસનું રાષ્ટ્રીય સંમેલન શરૂ થયું છે. આ પ્રસંગના પહેલા દિવસે બોલતા અમિત શાહે કહ્યું કે મંચ સંયાલન કરનારાએ હાલમાં એવું કહ્યું કે મારાથી વધુ સારી રીતે મોદીજીને કોણ ઓળખે છે. પરંતુ તે તેમનો ભ્રમ છે. મારાથી પણ સારી રીતે મોદીજીને દેશની જનતા જાણે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શાહે કહ્યું કે 1960ના દસકા પછી વર્ષ 2014 સુધી દેશના લોકોના મનમાં એક સવાલ ઊભો થઇ ગયો હતો કે શું બહુપક્ષીય રાજકારણ ચાલશે ખરૂ. વર્ષ 2014 સુધી રામરાજ્યનું સપનું રોળાઇ ગયું હતું. પરંતુ જનતાએ ધૈર્યની સાથે 30 વર્ષ પછી પૂર્ણ બહુમતની સરકાર આપી. આ પહેલી બિનકોંગ્રેસી સરકાર હતી. પાર્ટીએ 2001માં નક્કી કર્યું કે મોદીજી ગુજરાતના સીએમ બનશે. તે પહેલા તેમણે પંચાયતની ચૂંટણી પણ લડી ન હતી.

અમિત શાહે કહ્યું કે નરેન્દ્ મોદી જ્યારે સીએમ બન્યા ત્યારે ગુજરાતની હાલત સારી ન હતી. લોકોને ભરોસો ન હતો કે મોદીજી સફળ સીએમ બનશે. પરંતુ તેમણે રિફોર્મ્સ કરીને પરિસ્થિતિઓ બદલી નાંખી. ગુજરાતમાં 68 ટકા બાળકો જ ભણતા હતા. 30 ટકા ડ્રોપઆઉટ હતા. તેમણે બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન શરૂ કર્યું. મુખ્યમંત્રીથી લઇને પટવારી સુધી સ્કૂલના પ્રવેશ કાર્યકમમાં જોડાયા.

વીજળીની વાત કરતા અમિત શાહે કહ્યું કે એક વાર એક ધારાસભ્યે કહ્યું કે મોદીજી રાત્રે ખાતી વખતે તો લાઇટ આપો. મોદીજીએ કહ્યું 24 કલાક વીજળી આપીશું અને તેમણે તે કરી બતાવ્યું. મને પણ વિશ્વાસ ન હતો કે તે કેવી રીતે થશે પરંતુ તેમમે અગ્રીકલ્ચર ગ્રીડ અને ઘરેલું ગ્રીડના જુદા કરીને આ કરી બતાવ્યું. આનાથી ગામડાઓમાં મોટો બદલાવ આવ્યો. તેમણે વિકાસની સાથે ખેતીને પણ જોડી કૃષિ મહોત્સવો કર્યા. તેનું પરિણામ એ આવ્યું કે 10 વર્ષ સુધી ખેતીનો વિકાસ દર 10 ટકા રહ્યો. ત્યારે લોકોને લાગ્યું કે જો ગુજરાતનો વિકાસ થઇ શકે તો દેશનો કેમ નહીં.

ગૃહમંત્રીએ કહ્યું કે વર્ષ 2014માં ચૂંટણી આવી તે પહેલા એવી સરકાર હતી કે પીએમને કોઇ પીએમ માનતું ન હતું. દરેક મંત્રી પોતાને પીએમ મનાતા હતા. પોલીસી પેરાલિસિસ હતી. દેશની સુરક્ષા ખતરામાં હતી. ભ્રષ્ટાચાર ચરમસીમા પર હતો. લોકોમાં ગુસ્સો હતો. ચારે બાજુ આંદોલન થઇ રહ્યા હતા. મોદીનું નામ આવ્યું તો લોકોના વિચારોમાં બદલાવ આવ્યો. તેમને લાગ્યું કે આમની સાથે પ્રયોગ કરી લેવો જોઇએ.

શાહે કહ્યું કે મોદીજીએ દેશના પાસપોર્ટની વેલ્યુ વધારી દીધી છે. વિદેશોમાં દેશનું ગૌરવ વધ્યું છે. ઉરી અને પુલવામાં પછી સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ. આઝાદી પછી જો કોઇ સફળ વડાપ્રધાન થયા છે તો તે નરેન્દ્ર મોદી છે.

તેમણે રામંદિર, ત્રિપલ તલાક, આર્ટિકલ 370, નોટબંધી સહિતના નિર્ણયોનો ઉલ્લેખ કરીને કહ્યું કે નરેન્દ્ર મોદીએ એવા લોકોને ગમે તેવા નિર્ણયો નથી કર્યા પરંતુ લોકો માટે સારા હોય તેવા નિર્ણયો કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો