રાંદેર વિસ્તારમાં રહેતી ત્યક્તા અને ફેસકટ મોડેલ તરીકે કામ કરતી યુવતીના માથામાં સિંદૂર પૂરી પત્ની બનાવ્યા બાદ વિધર્મી યુવાને બે વર્ષ ભોગવી હતી. બે વર્ષ બાદ આ યુવતી પોતાની બીજી પત્ની હોવાનું અને સાથે રહેતી પ્રથમ પતિની સાત વર્ષીય પુત્રીને ત્યજે તો જ રાખવાની ધમકી આપતાં યુવતીએ પોલીસ મથકે દસ્તક આપી હતી.
રાંદેર તાડવાડી વિસ્તારમાં રહેતી અને ફેસકટ મોડેલ 28 વર્ષીય યુવતીએ 2013માં સમાજના જ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન એક પુત્રીની માતા બનેલી આ યુવતીને પતિ સાથે અણબનાવ વચ્ચે રાંદેર બાપુનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ફ્રૂટની લારી ચલાવતા આરિફ અબ્દુલ મલેક (ઉં.વ.26) સાથે પ્રેમ થતાં પ્રથમ પતિને 2019માં છૂટાછેડા આપી દીધા હતા. જાપાન માર્કેટમાં ફેસકટ મોડેલ તરીકે કામ કરતી આ યુવતીના ઘરે આવી આ પરિણીત વિધર્મીએ માથામાં સિંદૂર પૂરી પત્ની બનાવી તરીકે જાહેર કરી હતી.
બે વર્ષ સુધી આ યુવતી સાથે પતિ તરીકેના સંબંધ રાખ્યા બાદ આ યુવાને યુવતીના ઘરે આવવાનું ઓછું કરી દીધું હતું. આ યુવતી ફોન કરે તો પોતે તેની બીજી પત્ની હોવાનું અને પ્રથમ પતિની સાત વર્ષીય પુત્રીનો ત્યાગ કરે તો જ અપનાવવાની ધમકી આપતાં મામલો રાંદેર પોલીસ મથકે પહોંચ્યો હતો. રાંદેર પોલીસે આઇ.પી.સી.ની કલમ ૪૯૩ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..