દેશમાં વેન્ટીલેટરની જરૂરીયાત પુરી પાડવા મહિંન્દ્રા ગૃપ 10 લાખ રુપિયાનું વેન્ટીલેટર ફક્ત 7500 રુપિયામાં બનાવશે

કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)ની આ સ્થિતિમાં સૌથી વધારે જરુરિયાત વેન્ટીલેટર્સ(ICU Ventilators)ની બતાવવામાં આવી રહી છે. આ સમયે ઘણા દેશો છે જે વેન્ટીલેટર્સની સમસ્યાથી ઝઝુમી રહ્યા છે. ગુરુવારે મહિન્દ્રા એન્ડ મહિંન્દ્રા ગ્રૂપે (M&M Group) જાહેરાત કરી છે કે તે ફક્ત 7500 રુપિયામાં વેન્ટીલેટર્સ બજારમાં ઉતારવાની છે. સામાન્ય રીતે વેન્ટીલેટર્સની કિંમત 10 લાખ રુપિયા સુધીની હોય છે. કંપનીએ એ કહ્યું છે કે તેમની પાસે બેગ વોલ્વ માસ્ક વેન્ટીલેટર્સના ઓટોમોટેડ વર્ઝનનું પ્રોટોટાઇપ છે. કંપનીને આશા છે કે 3 દિવસની અંદર તે તેનો પ્રોટોટાઇપ તૈયાર કરી લેશે.

10 લાખ સુધી હોય છે વેન્ટીલેટર્સની કિંમત

ગ્રૂપ ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એક ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે અમે એક ICU વેન્ટીલેટર્સ નિર્માતા સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આ એક જટીલ મશીન છે. જેની કિંમત લગભગ 5 થી 10 લાખ રુપિયા હોય છે. આ ડિવાઈસ એક અંતરિમ લાઇફસેવર છે અને અમારી ટીમે અંદાજ લગાવ્યો છે કે તેની કિંમત 7500 રુપિયાથી ઓછી હશે.

આ પહેલા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્રબંધ નિર્દેશક પવન ગોયેન્કાએ (Pawan Goenka) કહ્યું હતું કે તેમની કંપની બે મોટી સરકારી કંપનીઓ સાથે મળીને વેન્ટીલેટર ડિઝાઈનને સરળ કરીને ઉત્પાદન વધારવા કામ કરી રહી છે. ગોયેન્કાએ આ વાત વેન્ટીલેટર્સના ઘટને નિપટવાને લઈને કહી હતી. એક તરફ અમે બે મોટી કંપનીઓ સાથે મળીને, જે વર્તમાન મેન્યુફેક્ચરર્સ છે, તેમની સાથે મળીને ક્ષમતા વધારવા અને ડિઝાઈનને સરળ બનાવવા પર કામ કરી રહ્યા છીએ. અમારી એન્જીનિયરની ટીમ તેના ઉપર ઝડપથી કામ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો