ગુજરાતમાં અધિકારી રાજ છે, મારી સાથે પટ્ટાવાળા જેવો વ્યવહાર થાય છે: કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલ

કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલ ગાંધીનગરમાં આરોગ્ય કમિશ્નરની કચેરીની બહાર ધરણા પર બેઠા છે. તેમની માગણી છે કે, આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટ હેતલ ચૌધરીની ધનસુરા ખાતે બદલી કરવામાં આવી છે. તેને રોકીને તેમને પોતાના વિસ્તારમાં જ નોકરી આપવામાં આવે. જેથી તેઓ તેના કોમા રહેલા પિતાની સેવા કરી શકે. આ રજૂઆત તેમને અવારનવાર અધિકારીને કરી પરંતુ રજૂઆતનો કોઈ નિવેડો ન આવતાં અંતે તેમને ધરણાનો રસ્તો અપનાવ્યો.

ધારાસભ્ય જશુ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમને તો કોઈ ધારાસભ્ય ગણતું નથી. અમે કોંગ્રેસના છીએ તે અમારું મોટું દુઃખ છે. સાચી વાત કોઈ સાંભળવા તૈયાર નથી. અમારી માગણી છે કે, આરોગ્ય કમિશનરની ઓફિસમાં જે મોટા અધિકારીઓ છે તેમની સામે ભ્રષ્ટાચારની તપાસ થવી જોઇએ. અહીંયા જે બદલીવાળા અધિકારીઓ બેઠા છે તે બહુ મોટા આકા છે. અહીંયા ધારાસભ્યનું કોઈ સાંભળવા તૈયાર નથી. તો સામાન્ય જનતાનું સાંભળતા હશે.

ધારાસભ્ય જશુ પટેલે અન્ય એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ સાથે અહીંયા બેઠો છું. અહીંયાની જે રીતે વાત છે તે એક ધારાસભ્યની સાથે જે વર્તન થઇ રહ્યું છે તેને લઇને અહીંયા ધરણા પર બેઠો છું. 6 મહિનાથી એક લાગણી લઈને આવ્યો છું. આ લાગણીની વાત પણ અધિકારીઓ સાંભળવા માટે તૈયાર નથી. હું એક દીકરીને તેના પિતાની સેવા કરવા દેવામાં આવે તેવી લાગણી લઈને અહીંયા આવ્યો છું. મારા વિસ્તારની એક દીકરી છે તેના પિતા છ મહિનાથી કોમામાં છે. કોમામાં રહેલા વ્યક્તિને પાણી પીવડાવવા વાળુ કોઈ જોઈએ, ટાઈમે જમવા આપવા વાળું કોઈ જઈએ. બસ આ એક સેવાની વાત છે.

આ એક રજૂઆતમાં છ મહિનાથી મારા ચપ્પલ ઘસાઈ ગયા છે. અહીંયા સાહેબ ખૂબ સારા છે પરંતુ તેની નીચેના અધિકારીઓ કોઈને કોઈ રીતે કામ કરતા નથી. અહીંયા માત્ર પૈસા માટે આ બધું થતું હોય તેવું મને લાગે છે. હું આવું છું ત્યારે મારી સાથે એક ધારાસભ્ય જેવો નહીં પરંતુ એક સામાન્ય પટાવાળા જેવો વ્યવહાર થાય છે. મને પાણી આપવા માટે પણ કોઈ તૈયાર નથી.

ગુજરાતમાં અધિકારી રાજ છે. મારી મીડિયાના માધ્યમથી એક માગણી છે કે, આવા લોકોની મિલકતોની તપાસ થવી જોઇએ. જે તે વિભાગ પ્રમાણે તેમનાં ભ્રષ્ટાચારની પણ તપાસ થવી જોઇએ. મને ફોન પર અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી. ફોન કરું કે તેમને મળવા આવું ત્યારે અધિકારીઓ મિટિંગમાં જ હોય છે. જ્યારે હું આવું ત્યારે અહીંના સાહેબની જગ્યા ખાલી જ હોય છે. અહીંયા માત્ર કારકુનો બેઠા હોય છે અને તે માત્ર ફોન પર જવાબ આપ્યા કરે છે. અહીં આવુ એટલે કે જવાબ મળે છે કે, સાહેબ જમવા ગયા છે, મીટીંગમાં ગયા છે. અહીંયા કોઈ સાંભળવા પણ તૈયાર નથી. આખો વિભાગ સડી ગયો છે. સરકારી તંત્ર આખું સડી ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો