દાદા વલ્લભભાઇ સવાણીની સાદગી અને સેવા પૌત્ર મિતુલ સવાણીને વારસામાં ઉતરી આવ્યા
લંડનમાં માસ્ટર ઓફ બિઝનેશ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરી પરંપરાગત ધંધો અને સમાજ સેવા આત્મસાત કર્યા : નાના ભાઇ મોહીત પણ પીપી સવાણી ગ્રુપના સેવા કાર્યોમાં ગુંથાયા. સુરત તા. 23 : તાજેતરમાં પિતા વિનાની 261 દિકરીઓના પાલ્ય પિતા બનીને સમુહલગ્નનો અવસરઉકેલનાર સુરતના પીપી સવાણી ગ્રુપના મહેશભાઇસવાણીને તો બધા ઓળખતા થઇ જ ગયા હશે. પરંતુ અહીં તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સેવા વારસો વારસાગત જળવાતો આવ્યો છે.મુળ ભાવનગર જિલ્લાના રાપરડા ગામના મહેશભાઇ સવાણીએ ડીપ્લોમાં સિવિલ એન્જીનીયરીંગ સુધીનો અભ્યાસ કરી વાર્ષો પહેલા સુરત આવી પિતા વલ્લભભાઇના વ્યવસાયમાં જોડાઇ ગયા હતા.
જો કે બાદમાં વલ્લભભાઇ સવાણી સુરતમાં જ હીરાના વ્યવસાયમાંથી કયારે રીયલ એસ્ટેટ તરફવળી ગયા તે કંઇ ખ્યાલ ન આવ્યો. હીરાનો વ્યવસાય કહો કે રીયલ એસ્ટેટ પરંતુ તેઓએ પીપીસવાણી ગ્રુપના નામથી શરૂ કરેલ સેવાયજ્ઞ આજેય ધમધમી રહ્યો છે. આ સેવા જયોતને વારસાગત દીવેલ મળતુ રહ્યુ હોય તેમ વલ્લભભાઇ પછી મહેશભાઇ સવાણીએ સેવા કાર્યો શીરે લઇ લીધા અને મહેશભાઇ પછી હવે મિતુલ સવાણીએ દાદાએ આરંભેલ ચીલો જાળવી રાખી સેવાકાર્યો ચાલુ રાખ્યા છે. એમ કહોને કે પીપી સવાણી ગ્રુપ એક પરિવાર બની રહ્યો છે.
આશરે ૨૫૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા આ ગ્રુપના એમ.ડી. મહેશભાઇ સવાણીએ જે રીતે પિતા વલ્લભભાઇએ જે સેવા જયોત ઝળહળાવી તે મહેશભાઇએ જાળવી રાખી અને હવે તેમના બે પુત્રો મિતુલભાઇ અને મોહીતભાઇ પણ પીપી સવાણી ગ્રુપના સેવા કાર્યોમાં ગુંથાયા છે.મિતુલ સવાણીની વાત કરીએ તો ધો. ૧ થી ૬ બોમ્બે શિક્ષણ લીધુ. ધો. ૭ થી ૧૦ પંચગીની મહાબળેશ્વરતેમજ ધો.૧૧-૧૨ નું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુરતમાં જ લીધુ. બાદમાં સફળ બિઝનેશમેન બનવાના સ્વપ્નો સાથે બીબીએનો અભ્યાસ લંડનમાં કર્યો અને માસ્ટર ઓફ બિઝનેશ એડમીનીસ્ટ્રેશનનો અભ્યાસ પણ ત્યાં જ પૂર્ણ કરી હાલ પિતા અને દાદાના વ્યવસાયને સંભાળી રહ્યા છે.મિતલુ સવાણીમાં પણ દાદા જેવી જ સાદગી અને સેવાની વૃત્તિ છલકાઇ રહી છે.
દાદાને રોલ મોડેલ માનીને પીપી સવાણી ગ્રુપના સેવાયજ્ઞનને આગળ ધપાવી રહ્યા છે. હાલમાં ૨૫૧પિતા વિહોણી દિકરીઓના લગ્ન થયા તેમાંજ મિતુલ સવાણીની લગ્નવિધિ કરી સાદગી અને સેવાનું સીમાચિન્હરૂપ ઉદાહરણ પુરૂ પડાયુ હતુ.હાલ તેઓ એમ.ડી. તરીકે રેડીઅન્ટ સ્કુલ સંભાળીરહ્યા છે. તેમના ધર્મપત્નિી પણ તેમના આ કાર્યોમાં સહભાગી બની રહ્યા છે. નાનાભાઇ મોહીતભાઇ પણ પીપી સવાણી ગ્રુપની સેવાઓને વિસ્તારમાં હંમેશા તત્પર રહે છે.
સંકલન : હાર્દીક ભાઈ (સોરઠીયા)