સોમવારે અમદાવાદ મેટ્રો કોર્ટમાં એક મહિલા એડવોકેટને હાજર રાખતા સમયે મોટી બબાલ થઈ ગઈ હતી. જેને લઈને હવે મહિલા વકીલે પોલીસકર્મીની ચોંકાવનારી વાત કહી છે. આ મહિલા એડવોકેટે આંખમાં આંસુ સાથે પોતાની કહાની કહી દીધી છે. એક બાજુ સુરક્ષિત ગુજરાત અને સબ સલામતના દાવા ઠોકવામાં આવે છે એવમાં મહિલા દિવસના દિવસે એડવોકેટે પોતાની સાથે થયેલી બર્બરતાની કહાની ભીની આંખે કહી છે. મહિલા વકીલે જણાવ્યું PIતરફથી એને કહેવામાં આવ્યું કે તે વકીલ છે તો શું થયું? એના જેવી તો 100-150 વકીલ રાતે સૂવા આવે છે. એનો પણ વહીવટી રાતે કરી નાખશે.
ભોગ બનેલી મહિલા એડવોકેટે રડતાં રડતાં શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તેમજ પોલીસ કોન્સ્ટેબલ હચમચી જાય એવા આક્ષેપ કરી નાંખ્યા છે. તેમણે કહ્યું કે પ્રોહિબિશનના ગુનામાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં એના ભાઈને લઈ જઈ ઢોર માર મારવામાં આવ્યો છે. જેના ફોટો તે પોતાના મોબાઈલમાં દેખાડી રહ્યા છે. જેથી વકીલ અને તેની માતા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા ત્યારે મહિલા સાથે શોભે નહીં એવી પોલીસની વર્તણૂંક રહી હતી. તેમની સાથે ખૂબ જ અભદ્ર અને અમાનવીય રીતે પોલીસ અધિકારી અને પોલીસ કોન્સ્ટેબલે વર્તન કર્યું હતું.
મહિલા વકીલે ઉમેર્યું કે, મારા ભાઈની હાલત પોલીસ સ્ટેશનમાં ખૂબ ગંભીર હતી. આ પરિસ્થિતિમાં જોઈ ત્યારે તે લોહીલુહાણ હતો. ખૂબ માર માર્યો હતો પોલીસે તેને. એના વાળ કાપી નાખ્યા હતા. જ્યારે મેં મારા ભાઈને એની આ હાલત કેવી રીતે અને કોને કરી? ત્યારે તે ખૂબ જ રડવા લાગ્યો. એના પર પોલીસ તરફથી થયેલા અત્યાચાર વિશે જણાવ્યું. પોલીસકર્મીઓએ તેની છાતી પર બેસી તેના પર અત્યાચાર કર્યો હતો. એ પછી ત્યાં હાજર પોલીસ અધિકારી અને પોલીસ કોન્સ્ટેબલે મને તેમજ મારી માતાને માર મારી પોલીસ સ્ટેશનની બહાર કાઢી મૂકવા પ્રયાસ કર્યો. જ્યારે મેં કહ્યું કે, હું વકીલ છું અને ભાઈને છોડાવવા માટે આવી છું ત્યારે અધિકારીએ સીધું ગાળો દેવાનું જ ચાલું કરી દીધું.
બાપુનગર પોલીસ સ્ટેશનના PIગઢવીએ મારો ડ્રેસ ફાડી નાખ્યો. મને એ પણ કહ્યું કે તું વકીલ છે તો શું થઈ ગયું? તારા જેવી 100-150 વકીલ રોજ અહીં સૂવા આવે છે. રાત્રે તારો પણ વહીવટ થઈ જશે. એ પછી મેં ફરિયાદ કરી તો મને લોકઅપમાં પૂરી દીધી. એ સમયે પોલીસ સ્ટેશનમાં હાજર રહેલા હેડ કોન્સ્ટેબલ જયંતી ભાઈ અને પીએસઆઇ જાદવે મારાપીટ કરી નુકસાન કર્યું છે. મહિલા PSI પટેલે મને એમ કહ્યું કે હવે તો કેવી રીતે વકીલાત કરે છે એ જોઈ લઈશ, સનદ તારી રદ કરાવી નાખીશું. જેના રિપોર્ટ પણ તમામ જગ્યાએ આપી દઈશુ. મારી પાસેથી ફોન ઝૂંટવી લેવામાં આવ્યો. મારા સિનિયર સાથે પણ વાત કરવા ન દીધી.
આ સમગ્ર મામલે ભોગ બનેલી મહિલાએ કોર્ટ સામે નિવેદન આપી આપવીતી અંગે ચોખવટ કરી છે. પીડિતાની એવી માગ છે કે આવું વર્તન કરનાર પોલીસ અધિકારી અને પોલીસ કોન્સ્ટેબલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કડકમાં કડક પગલાં લેવામાં આવે. ફરિયાદ કરવામાં આવે. કોર્ટરૂમમાં પણ PSI જાદવે એવી ધમકી ઉચ્ચારી હતી કે, તું મારૂ શું કરી લઈશ?બહાર આવ, તને અને તારા ભાઈને જોઇ લઈશું. સિવિલ હોસ્પિટલમાં ભાઈ હાલ સારવાર કરાવી રહ્યો છે. મોટી વાત એ છે કે જો તે ગુનેગાર હતો તો તેને કોર્ટમાં રજૂ કરવાની જગ્યાએ તેને સીધો કેમ છોડી મૂક્યો?
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..