કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર આતંકી હુમલો, 20 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એક વાર સેનાને ટાર્ગેટ કરી છે. પુલવામામાં અવંતીપોરાના ગોરીપોરામાં સેનાના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠને હુમલો કર્યો છે. આ દરમિયાન સેના પર IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટમાં 18 જવાન શહીદ થયા છે જ્યારે 12થી વધારે સીઆરપીએફના જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ખીણમાં ઘણાં લાંબા સમય પછી આતંકીઓએ આઈઈડી બ્લાસ્ટ દ્વારા સેના પર મોટો આતંકી હુમલો કર્યો છે.

ઘાયલોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે સાથે જ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાફલામાં સીઆરપીએફની ડઝન જેટલી ગાડીઓમાં 2500થી વધારે જવાન હતા. આતંકીઓએ સેનાની એક જ ગાડીને ટાર્ગેટ કરી છે. ઉરી પછીનો આ સૌથી મોટો આતંકી હુમલો છે. ઉરી હુમલામાં 19 જવાન શહીદ થયા હતા.

સીઆરપીએફના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોડ પર એક ફોર વ્હિલરમાં IED લગાવવામાં આવ્યો હતો. કાર હાઈવે પર ઉભી હતી. સેનાનો કાફલો ત્યાંથી પસાર થયો ત્યારે જ તે હાઈવે પર ઉભી રહેલી કારમાં બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન સેના ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ઈન્ટેલિજન્સ એજન્સીઓએ આપ્યું હતું એલર્ટ: અફઝલ ગુરુની વરસી એટલે કે 8 ફેબ્રુઆરીએ ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં આઈઈડી પ્લાન્ટનું એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. આ એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકી સેનાના ડિપ્લોયમેન્ટ અને તેમના આવવા-જવાના રસ્તા પર આઈઈડીથી હુમલો કરી શકે છે. સેનાને એલર્ટ કરતાં ઈન્ટેલિજન્સ એજન્સીઓએ કહ્યું હતું કે, એરિયાને સેન્સિટાઈઝ કર્યા વગર તે વિસ્તારમાં ડ્યૂટી પર ન જવું.

આ હુમલો આઈઈડી બ્લાસ્ટ હતો. 45જવાનો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીઆરપીએફનો કાફલો જઈ રહ્યો હતો જેમાં સંખ્યાબંધ વાહનોમાં સીઆરપીએફના 2500થી વધારે જવાનો સવાર હતાં. જેમાંથી આતંકીઓએ સુરક્ષાબળોને એક જ ગાડીને નિશાન બનાવી હતી.

સીઆરપીએફના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોડ પર એક વાહનમાં IED લગાવવામાં આવ્યું હતું. આ કાર હાઈવે પર જ ઉભી હતી. જેવા સીઆરપીએફના જવાનોનો કાફલો પસાર થયો તે દરમિયાન જ ભયાનક વિસ્ફૉટ થયો હતો. હુમલા દરમિયાન ગોળીબાર કરવામાં આવ્યો હોવાના પણ અહેવાલ છે. આ હુમલામાં સીઆરપીએફના 20 જવાનો શહીદ થયા હતાં. જ્યારે 45થી પણ વધારે જવાનો ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયા છે.

દક્ષિણ કાશ્મીરમાં એલર્ટ, સર્ચ ઓપરેશન હાથ ધરાયું

જમ્મુ-કાશ્મીરમાં જે સીઆરપીએફના જે કાફલા પર હુમલો થયો તે જમ્મૂથી કાશ્મીર તરફ જઈ રહ્યો હતો જેમાં 2500થી વધારે જવાનો શામેલ હતાં.

આ હુમલાની જાણકારી મળ્યાના તત્કાળ બાદ પુલવામામાં રહેલી સેના, જમ્મૂ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની અન્ય કંપનીઓને અવંતિપોરા રવાના કરી દેવામાં આવી છે. આતંકી ઘટના બાદ સેનાએ હાલ જમ્મૂ-કાશ્મીર હાઈવે પર ટ્રાફિક તત્કાળ બંધ કરાવી અવંતિપોરા અને તેની આસપાસના વિસ્તારમાં મોટું સર્ચ ઓપરશેન હાથ ધર્યું છે. આ ઉપરાંત પુલવામા, શોપિયાં, કુલગામ અને શ્રીનગર જીલ્લામાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને એજંસીઓના અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો