એક્ટર મિલિંદ સોમણ એકતા અને સ્વસ્થ ભારતના સંદેશ સાથે મુંબઇથી 8 દિવસમાં 450 કિલોમીટર દોડીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચશે
મુંબઇથી 450 કિલોમીટર દોડીને 22 ઓગસ્ટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચશે
વલસાડથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી મિલિંદ સોમણનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સમગ્ર ભારતને એકતાંતણે જોડનાર લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ભારતની એકતાનું પ્રતિક બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી રાષ્ટ્રીય એકતા દિવસના રોજ દર વર્ષે રન ફોર યુનિટીનું આયોજન સમગ્ર ભારતમાં થાય છે. વડાપ્રધાનના આહવાનથી પ્રેરીત થઇને બોલિવુડ એક્ટર મિલિંદ સોમણ એકતા અને સ્વસ્થ ભારતના સંદેશ સાથે શિવાજી પાર્ક, મુંબઇથી 8 દિવસમાં 450 કિલોમીટર એટલે કે રોજનું 56 કિ.મી. દોડીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચશે. વલસાડથી નર્મદા જીલ્લા સુધી દરેક જિલ્લા કલેક્ટર મિલિંદ સોમણનું સ્વાગત કર્યું છે. નર્મદા જિલ્લા વહીવટીતંત્ર પણ જિલ્લાના પ્રતાપનગર ખાતે સ્વાગત કરશે.
22 ઓગસ્ટે સાંજે 4 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચશે
મિલિંદ સોમણ એક જાણીતા ફિલ્મ કલાકાર છે અને દેશભક્તિથી ભરપૂર અનેક ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે આ સાથે તેઓ વડાપ્રધાનના સ્વપ્ન “ફિટ ઇન્ડિયા” અને “સ્વસ્થ ભારત”નાં સંદેશને ભારતમાં ફેલાવી રહ્યા છે. મિલિંદ સોમણ તેમનાં પત્ની અને 8 સભ્યોની ટીમ સાથે ગત 15 ઓગસ્ટથી શિવાજી પાર્ક, મુંબઇથી પ્રતિદિન 50 કિલોમીટર દોડ શરૂ કરી છે અને આગામી 22 ઓગસ્ટે સાંજે 4 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચશે.
નર્મદા જિલ્લામાં ઠેર-ઠેર સ્વાગત કરાશે
યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી શરૂ કરેલી આ યાત્રા દરમ્યાન વલસાડથી નર્મદા જિલ્લા સુધી દરેક જીલ્લાની બોર્ડર પર જિલ્લા વહીવટીતંત્ર મિલિંદ સોમણનું સ્વાગત કરશે. નર્મદા જીલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. તે પ્રમાણે પ્રતાપનગરથી કેવડિયા સુધી અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવશે.
મિલિંદ સોમણનો કાર્યક્રમ
21 ઓગસ્ટે 16.20 વાગ્યે પ્રતાપનગર જિલ્લા વહીવટીતંત્ર સ્વાગત કરશે
7:00 વાગ્યે ધારીખેડા નર્મદા સુગર, આમલેથા, પોલીસ અને ગામ આગેવાન સ્વાગત કરશે
22 ઓગસ્ટે 9.30 વાગ્યે વિજય ચોક, રાજપીપળાના પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને પાલિકાની ટીમ દ્વારા સ્વાગત
9.45 વાગ્યે આંબેડકર ચોક, રાજપીપળા વૈષ્ણવ વણીક સમાજ દ્વારા સ્વાગત
10.10 વાગ્યે સંતોષ ચારરસ્તા, રાજપીપળા, રોટરી ઇન્ટરનેશનલ કલબ સ્વાગત
10.30 વાગ્યે ગાંધી ચોક, રાજપીપળા યુનિયન બેંક ઓફ ઇન્ડિયા રાજપીપળા દ્વારા સ્વાગત
12.30 વાગ્યે ગોપાલપુરા સમસ્ત ગામ દ્વારા સ્વાગત
1.30 વાગ્યે ફુલવાડી સમસ્ત ગામ દ્વારા સ્વાગત.
4.00 વાગ્યે ગોરા મુખ્ય કારોબારી અધિકારી, SOUADTGA દ્વારા સ્વાગત
4.30 વાગ્યે વાગડીયા જનરલ મેનેજર, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સ્વાગત કરશે
5:00 વાગ્યે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પહોંચશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..