રાજ્યમાં વરસાદ જોઈએ તેટલો હજુ સુધી પડ્યો નથી. જેથી રાજ્યના ખેડૂતો ચિંતિત થયા છે. ચોમાસાની શરૂઆતમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડયો હતો. તો કેટલીક જગ્યાએ પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને ત્યારબાદ સવા મહિના જેટલો સમય વરસાદ ખેંચાયો હતો. લોકોને આશા હતી કે, ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડી શકે છે પરંતુ ઓગસ્ટ મહિનામાં પણ મેઘરાજા મહેરબાન થયા નથી. ત્યારે હવે સપ્ટેમ્બર મહિનો ખેડૂતો અને રાજ્યના લોકો માટે આશાનું કિરણ બન્યો છે. ત્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં પહેલી સપ્ટેમ્બરથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31મી ઓગસ્ટે સવારથી જ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં છુટોછવાયો ભારે વરસાદ પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘરાજા દક્ષિણ ગુજરાતને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ ઘમરોળી શકે છે. મહત્ત્વની વાત છે કે, છેલ્લા ઘણા દિવસથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાય છે અને લોકોને એવું લાગશે કે, હમણાં ધોધમાર વરસાદ આવશે પરંતુ વરસાદ થતો નથી અને મેઘરાજાએ વિદાય લીધા બાદ તાપમાનનો પારો પણ સતત વધી રહ્યો છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનો પૂરો થયો છે છતાં રાજ્યમાં હજુ સારો વરસાદ પડયો નથી. તો કેટલીક જગ્યા ઉપર પાણીની અછત વર્તાઈ રહી છે અને તેથી લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
ગત વર્ષે રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ પડયો હતો અને રાજ્યના તળાવ, ડેમ, નદી છલકાઈ રહ્યા હતા પરંતુ આ વર્ષે ચોમાસામાં હજુ સુધી સારો વરસાદ પડયો નથી પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર હવે 31 ઓગસ્ટથી ચોમાસુ રાજ્યમાં ફરીથી સક્રિય થવા જઈ રહ્યું છે અને 31 ઓગસ્ટના રોજ ભારે વરસાદ થશે તો પહેલી અને બીજી સપ્ટેમ્બરના રોજ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદ યથાવત રહેતા ડેમમાં 13,945 ક્યુસેક પાણીની આવક થઇ છે અને રવિવારે ડેમમાં પાણીની સપાટી 329.7 સુધી પહોંચી હતી અને હાલ ડેમ ધીમે ધીમે 329 ફુટનું લેવલ પાર કરી ગયો છે. હવામાન વિભાગની આગાહીને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો પ્રેશર સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. 1 સપ્ટેમ્બર સુધીમાં આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત પહોંચવાની શક્યતા છે. અને એટલા માટે જ 1થી 3 સપ્ટેમ્બર સુધી સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..