કરોડો રૂપિયાની સંપત્તિ ત્યાગીને સંન્યાસ લઈ લેવો નાની વાત નથી. સંસારની મોહમાયામાંથી છૂટવું મુશ્કેલ છે. સુરતનો સાધન સંપન્ન પરિવાર એકસાથે સંયમના માર્ગે ચાલી નીકળવા માટે તૈયાર છે. “આત્માને સુખી કરવો ધર્મ છે, એક ક્ષણ પણ આત્માને દુઃખી ના કરવો એ જૈન દીક્ષા છે. અમે કશું છોડી નથી રહ્યા પણ પકડવા જઈ રહ્યા છીએ”, આ શબ્દો છે મહેતા પરિવારના મોભી વિપુલભાઈના. સુરતમાં યોજાનારા 74મા સામૂહિક દીક્ષા મહોત્સવમાં વિપુલભાઈ પત્ની અને બે યુવાન સંતાનો સાથે દીક્ષા ગ્રહણ કરવાના છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
74મા સામૂહિક દીક્ષા મહોત્સવમાં 74 દીક્ષાર્થીઓમાં કુલ આઠ પરિવારો છે. તેમાંનો એક પરિવાર છે સુરતનો મહેતા પરિવાર. ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલા 56 વર્ષીય વિપુલભાઈ રસીકલાલ મહેતાનો આલિશાન ફ્લેટ હાલ સાદગી અને સાત્વિકતાનો પર્યાય બની ગયો છે. પરિવારમાં થનારી દીક્ષાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 51 વર્ષીય પત્ની સીમાબેન અને બે પુત્રો પ્રિયેન (30 વર્ષ) અને રાજ (20 વર્ષ) સંયમના માર્ગે ચાલવા માટે અધીરા બન્યા છે.
પ્રિયેને ડિપ્લોમા કમ્પ્યૂટર એન્જિનિયરિંગ કર્યું છે જ્યારે રાજ કોલેજમાં અભ્યાસ કરતો હતો. જોકે, બંનેએ ગુરુકુળવાસ દરમિયાન અનુભવ્યું કે સાચું શિક્ષણ સંયમ અને સાચું સુખ પણ સંયમી જીવન છે. સીમાબેન અને વિપુલભાઈએ પણ ગુરુકુળવાસ દરમિયાન આ અનુભવ રર્યો હતો. વિપુલભાઈની એક દીકરી પણ હતી જેણે 11 વર્ષ પહેલા દીક્ષા લીધી હતી. જે હાલ શ્રી આર્હત્દર્શિતાશ્રીજી મ.સા. તરીકે જીવન ગાળે છે. આ દીકરીની ઈચ્છા હતી કે, તેની જેમ તેનો પરિવાર પણ સંયમ જીવનનો વૈભવ ભોગવે. ત્યારે હવે આ મનોકામના પૂરી થઈ રહી છે.
ઘરમાં પ્રથમ દીક્ષા થઈ એ વખતે જ દરેકની અંદર દીક્ષાના બીજ રોપાયા હતા. વિપુલભાઈએ કહ્યું, શ્રી યોગતિલકસૂરિશ્વરજી મહારાજ સાથે સહવાસથી આધ્યાત્મિક રીતે વિવિધ ઉકેલ મળતા અને દીક્ષા ભાવ દ્રઢ થતો ગયો. વાંચનના શોખીન વિપુલભાઈ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીના અનેક લેખકોના પુસ્તકો વાંચી ચૂક્યા છે. પણ વૈરાગ્ય જાગ્યું ત્યારે લાગ્યું કે સંસારમાં દરેક જગ્યાએ કંઈક ઉણપ છે. જૈનદર્શનમાં એ અધૂરપ વિશે જાણ થઈ અને દીક્ષાનો માર્ગ વધુ મોકળો બન્યો હતો.
આખા પરિવારને દીક્ષા લેવાની ઈચ્છા કેમ થઈ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં વિપુલભાઈએ કહ્યું કે, વડીલ ભાવતી વસ્તુ લાવે તો એકલો ના ખાય આખા પરિવારને આપે અને પરિવારને ગમે તો ખાય. આ બધાના આત્માનું સ્પંદન છે. સંગાથે સંયમ માર્ગે જવાનો અવસર મળવો ભાગ્યની વાત છે. યોગતિલકસૂરિશ્વકજી મહારાજની ક્ષમતા છે કે, તેઓ બીજમાંથી વટવૃક્ષ બનાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..