મહેસાણા તાલુકાના ચલુવા ગામે ધોળાસણ રોડ પર નવાપુરા ખેતરમાં રહેતી ગર્ભવતી પરણીતાને જુદી રહેવા જતી રહેવાના મુદ્દે સસરા અને દિયરે લાકડીથી લમધારી નાખતા તેના પેટમાં ઉછરી રહેલા પાંચ માસના બાળકનું મરણ થતા ભારે અરેરાટી પ્રસરી ગઇ છે. પોલીસે નરાધમ પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા તાલુકાના ચલુવાથી ધોળાસણ રોડ પર નવાપુરા ખેતરમાં રહેતી કિંજલબેન જીતેન્દ્રજી ઠાકોર( ઉ.વ.24)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે સસરા ઠાકોર રઇજીજી કુંવરજી તથા દિયર ઠાકોર વિશાલજી રઇજીજીનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદીના પતિ જીતેન્દ્રજી કડીયાકામ કરે છે અને લગ્ન જીવન દરમિયાન ફરિયાદી એક પુત્ર અને એક પુત્રીના માતા બન્યા હતા. હાલમાં ફરિયાદી પ્રેગનન્ટ હોય તબીબે આરામની સલાહ આપી હતી. આથી ફરિયાદી મોટાભાગે આરામ કરતા હોય તે આરોપી સસરાને પસંદ ન હતુ અને ફરિયાદીને અવાર-નવાર તુ અલગ રહેવા જતી રહે તેમ કહી ઝગડા કરતા હતા. દરમિયાનમાં તા.૨૭મીએ પણ સસરાએ જુદા રહેવા જતી રહેવાનું કહેતા ફરિયાદીએ આ સ્થિતીમાં કેવી રીતે જુદા રહેવા જવું તેમ કહી ના પાડતા ઉશ્કેરાયેલા સસરા લાકડી સાથે તૂટી પડયા હતા અને દિયરે ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં સસરાએ પેટમાં લાકડી મારી હતી.
ત્યારબાદ રાત્રે પતિ અને સાસુ આવતા તેમને વાત કરી હતી અને પેટમાં દુઃખતુ હોવા છતાં રાત્રે ઘેર રહ્યા બાદ સવારે દુંઃખાવો વધી જતા સારવાર માટે હોસ્પિટલમાં જતા ગર્ભમાં વધુ પડતા બ્લડીંગ થયાનું બાળકનું મરણ થયાનું જાણવા મળ્યું હતું. તેથી મૃત બાળકને જન્મ આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા મળતા સીધી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરાધમ સસરા-દિયરને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..