મહેસાણામાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો: 23 વર્ષીય એક સંતાનની માતા 15 વર્ષીય કિશોરને જન્મદિવસે જ ભગાડી ગઈ!

મહેસાણા શહેરમાં એક સંતાનની 23 વર્ષીય માતા 15 વર્ષીય કિશોરને ભગાડી ગયાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ચકચાર મચી છે. 6 દિવસ અગાઉ ભાગેલા પ્રેમી-પંખીડાને એ-ડિવિઝન પોલીસે તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી ઝડપી લીધાં હતાં. કિશોરના નિવેદનના આધારે એ-ડિવિઝન પોલીસે પરિણીતા સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધીને મેડિકલ પરીક્ષણની પ્રક્રિયા હાથ ધરી છે.

શહેરના એક વિસ્તારમાંથી 15 વર્ષીય કિશોર તેના જન્મદિવસે ગુમ થયો હતો. 25 જાન્યુઆરીએ ગુમ થયેલો કિશોર ન મળતાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બે તોલા સોનાનો દોરો, 10 હજાર રોકડ અને 6 જોડી કપડાં લઈને નીકળેલો કિશોર યુવતી સાથે ભાગ્યો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. કિશોરના મોબાઈલ પરથી 23 વર્ષીય યુવતીએ તેના પિતાને ફોન કરતાં તેની સાથે ભાગ્યો હોવાની કિશોરના પિતાને જાણ થઈ હતી.

એ-ડિવિઝન પોલીસે પરિવારજનોને ફોન પર વાતચીત ચાલુ રાખવાનું કહીને લોકેશનના પ્રયાસો શરૂ કર્યા હતા. મોબાઈલ સર્વેલન્સમાં કિશોર દક્ષિણ ગુજરાતમાં હોવાનું લોકેશન મળ્યું હતું. એ-ડિવિઝન પોલીસની એક ટીમે તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી કિશોર અને યુવતીને ઝડપી લીધાં હતાં. મહેસાણા લાવીને કિશોરની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.

કિશોરને ભગાડી જનારી યુવતી 23 વર્ષની અને તેને એક સંતાન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કિશોર અને યુવતીનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવીને યુવતી સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. એસસી, એસટી સેલના ડીવાયએસપીને સમગ્ર કેસની તપાસ સોંપાઈ હતી.

એક સંતાનની માતા સાથે ભાગેલા કિશોરનો 25 જાન્યુઆરીએ જન્મદિવસ હતો. તેથી તેના પિતાનો બે તોલાનો સોનાનો દોરો પહેરીને ફોટો પડાવીને આવું છું એમ કહીને કિશોર રૂપિયા 10 હજાર રોકડા, સોનાનો દોરો અને 6 જોડી કપડાં લઈને ગુમ થયો હતો. વડોદરામાં સોનાનો દોરો રૂપિયા 50 હજારમાં એક દુકાન પર એક માસ માટે ગીરવી મૂક્યો હોવાનું કિશોરે પૂછપરછમાં જણાવ્યું હતું.

વડોદરા, ભરૂચ, સુરત થઈ સોનગઢ પહોંચ્યા
25 જાન્યુઆરીએ પહેલેથી નક્કી કરેલા કાર્યક્રમ મુજબ કિશોર અને યુવતી મહેસાણા બસ પોર્ટ પરથી એસટી બસમાં બેસીને વડોદરા ગયા હતા. બાદમાં તેઓ ભરૂચ, સુરતમાં રોકાઈને તાપીના સોનગઢ પહોંચ્યાં હતાં. સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી પોલીસે બંનેને પકડી લીધાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો