આપણા દેશમાં ભૂખ એક અભિશાપ છે. આજના યુગમાં ઘણા લોકો ખાલી પેટ સૂવા માટે લાચાર છે. સંયુક્ત રાષ્ટ્ર(UN)ના એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં દરરોજ 20 કરોડ ભૂખ્યા જ સૂઈ જાય છે. અને હા, આ જ દેશની પાર્ટીઓ અને લગ્નમાં ખાવાનું ફેંકી પણ દેવામાં આવે છે. જોકે, અમુક લોકો છે જેમણે માનવતાને જીવંત રાખી છે. તે આ ભૂખ્યા પેટને ભરવાનું કામ કરે છે. એવો જ એક વ્યક્તિ છે અઝહર મકસુસી, જે હૈદરાબાદ સાથે સંબંધ રાખે છે. તે દરરોજ 300થી 400 લોકોને ખાવાનું ખવડાવે છે, એ પણ ફ્રીમાં.
ભૂખને ધર્મ નથી હોતો સાહેબ!
હૈદરાબાદના દબીરપુરા ફ્લાઈઓવર પાસે દરરોજ બપોરે ઘણા ભૂખ્યા પેટે અઝહર(કચરો વીણનારા, ભિખારી, મજૂર અને બેઘર જેવા)ની રાહ જોવે છે. આ વર્ષ 2012થી ચાલતું આવે છે. અઝર માને છે કે, ભૂખ્યાને કોઈ ધર્મ નથી હોતો. તે કહે છે કે, રોટલી પર બધાનો એક સરખો અધિકાર છે, પછી તેનાથી કોઈ ફરક નથી પડતો કે તે કયા ધર્મ, જાતી કે સંપ્રદાય સાથે સંબંધ રાખે છે.
શા માટે બન્યો અઝહર બન્યો ભૂખ્યાનો મસિહા?
અઝહર 4 વર્ષનો હતો, જ્યારે તેમણે તેના પિતાને ગુમાવી દીધા હતા. ગરીબીએ ઘણી વાર તેના પરિવારને ભૂખ્યા પેટે સૂવા માટે મજબૂર કર્યા. આ કારણ હતું કે નાની ઉંમરમાં તેમણે કામ કરવાનું શરૂ કરી દીધું. એક રોજ અઝહર કામેથી પાછો ફરી રહ્યો હતો, ત્યારે તેની નજર એક મહિલા પર પડી. તે ભૂખ્યા વલખા મારી રહી હતી. તેની પીડાનો અઝહર અહેસાસ થઈ રહ્યો હતો. તેણે પોતાના પૈસાથી ખાવાનું ખરીદ્યું અને એ મહીલાને ખવડાવ્યું. વર્ષ 2011માં થયેલી આ ઘટના બાદથી અઝહરે નક્કી કરી લીધું કે તે પોતાની સંસ્થામાંથી જેટલી થઈ શકશે એટલી મદદ કરશે અને લોકોનું પેટ ભરશે.
દેશભરમાં ફેલાવવાનો છે ગોલ
અઝહર સાથે હવે ઘણા લોકો એક નેક કામને કરી રહ્યા છે. છેલ્લા વર્ષોથી આ કામ સતત ચાલતું રહ્યું છે. તેની આ સેવા ઘણા રાજ્યો(કર્ણાટક, ઝારખંડ અને આસામ) સુધી પહોંચી ચૂકી છે. રિપોર્ટ્સ પ્રમાણે, તેની ટીમ દરરોજ અંદાજે હજારથી બારસો ભૂખ્યા લોકોને ખાવાનું ખવડાવે છે. અઝહર કહે છે કે, આ કામને કરવામાં તેને ખુશી અને સંતોષ મળે છે. તે તેને દેશભરમાં ફેલાવવા માંગે છે.
સલમાન-અમિતાભે પણ આપ્યું પ્રોત્સાહન
અઝહરને બોલિવૂડ સેલેબ્સ પણ સન્માનિત કરી ચૂક્યા છે. સલમાન ખાને તેને બીઈંગ હ્યુમન કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુંબઈ બોલાવ્યો હતો. તેને દેશના એ 6 લોકોમાં પસંદ કરાયો હતો, જે રિયલ લાઈફના હીરો છે. અને હાં, આ પહેલા તે આજ કી રાત હૈ જિંદગીમાં પણ સામેલ થયો હતો, જેને બીગ બી એટલે કે અમિતાભ બચ્ચન હોસ્ટ કરતા હતા. ઘણા સંગઠન અઝહરને તેના આ નેક કામ માટે સન્માનિત કરી ચૂક્યા છે.