મેડિકલ વીમો પાસ કરવાની કંપનીએ ના પાડી, અમદાવાદનો પરિવાર ગયો ગ્રાહક કોર્ટની શરણે, 3 વર્ષે મળ્યો વ્યાજ સહિતનો ન્યાય

રેસ્ટોની સર્જરી કન્ઝ્યુમર કોર્ટે ગ્રાહ્ય ગણી 3 વર્ષે અમદાવાદના ત્રિપાઠી પરિવારને મળ્યો ન્યાય, સારવારનો ખર્ચ વ્યાજ સહિત ચૂકવવા આદેશ

કોરોના બાદ નાગરિકો હેલ્થ પોલીસી તરફ વળ્યા છે.પરતું આજે પણ અનેક કિસ્સા એવા સામે આવે છે, વીમો લીધા બાદ સારવાર બાદ નાણા ચુકવતા નથી અને ગ્રાહક કોર્ટમાં ફરિયાદ બાદ ન્યાય મળે છે, ત્યારે અમદવાદ આવો જ કિસ્સો સામે આવ્યો જેમાં ત્રણ વર્ષે ન્યાય મળ્યો.

અમદવાદના મેઘાણીનગરમાં વસતા ત્રિપાઠી પરિવાર પાસે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઇસ્યોરન્સ કંપની લિમિટેડ પોલીસી હતી.જેમાં પરિવારના મોભી એવા શારદાબેન પગે દુખાવો થતા સર્જરી કરવાની નોબત આવી.એટલે ત્રિપાઠી પરિવારે શારદાબેનને ડાબા પગની રેસ્ટોની સર્જરી ડો. શરદ ઓઝા પાસે કરાવી.જેનો ત્રિપાઠી પરિવારે સર્જરી માટે 2,43,591 રૂપિયાના ખર્ચે થયો હતો.સર્જરી થયેલા ખર્ચેને મોટી રકમ હોવાને નાતે ત્રિપાઠી પરિવારે હેલ્થ કેલ્મ સાથે ડોકટરના ઓરીજીનલ બીલ અને સારવારના પુરાવા સાથે મેડીક્લેમ માટે હેલ્થ પોલીસી માટે એપ્લાય કરી, જેમાં વીમા કંપનીએ સર્જરી યોગ્ય ન હોવાનું કહીને પોલીસી ક્લેઇમ માટે નકારી દીધો હતો.આ ઘટનાને આજે ત્રણ વર્ષે થયા.

ગ્રાહક કોર્ટના શરણે ગયા તો ન્યાય મળ્યો
જો કે હેલ્થ પોલીસી રકમ ન મળતા ત્રિપાઠી પરિવારે ગ્રાહક કોર્ટનો સહારો લીધો, જેમાં કોર્ટમાં ત્રણ વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યો, અતે ચુકાદો આવ્યો જેમાં ગ્રાહક કોર્ટે વીમા કંપનીને ત્રિપાઠી પરિવારે સર્જરી માટે કરેલા 2,43,591 રૂપિયા કરેલા ખર્ચેને 7 ટકાના દરે ચુકવણીમાં કરવાનો હુકમ કર્યો છે.જો કે વીમા કંપની ત્રણ વર્ષ સુધી વિલબ સાથે વ્યાજ સહિત રકમની ચૂકવાનો હુકમ કર્યો છે.

જરૂરૂ જણાય તો ગ્રાહક કોર્ટની મદદ લો
આમ તો પ્રત્યેક નાગેરિક ગ્રાહક કહેવાય છે, પરતું ક્યારેક નાસી પાસ થઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા નથી.ચુકવણી કરવામાં અનાકની કરીને વીમા કંપની નાણા આપવામાં છટકી જાય છે, પરતું જાગૃત ગ્રાહકો ગ્રાહક કોર્ટના સહારો લઇને ન્યાય મેળવે છે. આવો ન્યાય ત્રણ વર્ષે ત્રિપાઠી પરિવારે લીધો અને જાગૃત ગ્રાહકનો દાખલો બેસાડ્યો

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો