શ્રી સરદાર પટેલ સોસીયલ ગ્રુપ દ્વારા મવડી ગામમાં ભવ્યાતી ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું.

મોવડી – રાજકોટ માં મોવડી ની વાત જરા હટકે જ હોઈ છે ત્યારે રાજકોટ શહેર નું નહિ પરતું સમગ્ર સૌરાષ્ટ્ર નું એક એવું ગામ કે જ્યાં હજુ પણ સંસ્કાર ને સેવા નું સમન્વય છે. જ્યાં હજુ પણ સંસ્કૃતિ ધબકે છે અને ત્યાં ના લોકો એક સાથે સંપ માં રહે છે .

ત્યારે સમગ્ર મોવડી ગામ ના સહયોગ થી અને લેઉવા પટેલ સોસીયલ ગ્રુપ દ્વારા આ વર્ષે રવિવાર ના રોજ ભવ્યાતિભવ્ય ૨૧ દીકરી ના લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે પણ ભવ્યાતિભવ્ય લગ્નોત્સવ નું આયોજન આ ગ્રુપે કરેલ હતું આ વર્ષ નું આયોજન જરા હટકે હતું.

સુરત ના મહેશ ભાઈ ખાસ મહેમાન

૨૧ દીકરી ના સમુહલગ્ન માં તમામ કર્યાવાર સોનાની વસ્તુ થી લઇ તમામ ફનીચાર ની વસ્તુ ઘર ની તમામ સામગ્રી આ ૨૧ દીકરી ને કન્યાદાન સ્વરૂપે આપવામાં આવી હતી.

આ સમુગ લગ્ન ની તડમાર તૈયારી ચાલતી હતી. પ્રમુખ શ્રી જીતુભાઈ સોરઠીયા અને ઉપપ્રમુખ શ્રી રમેશ ભાઈ સોરઠીયા અને મંત્રી શ્રી દિનેશભાઈ મેઘાણી ની આગેવાની માં તમામ કાર્ય ને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

તો મહિલા સમિતિ માં પ્રમુખ શ્રી સવિતાબેન સભાયા અને બહેનો ની મહેનત થી ભવ્યતિ ભવ્ય લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

આ સમૂહ લગ્ન માં ખાસ સુરત થી મહેશ ભાઈ સવાણી પધાર્યા હતા કે જેઓ એ લગભગ ૩૨૦૦ થી વધુ દીકરી ના સમુગ લગ્નોત્સવ કરાવ્યો છે અને પિતા વિહોણી દીકરી ના જેઓ ખરા અર્થ માં બાપ બન્યા છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત જયેશભાઈ રાદડિયા પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સમગ અગ્રણી અને ઉદ્યોગપતિ હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ નું એન્કરીંગ હાર્દિક સોરઠીયા અને હસમુખ ભાઈ લુણાગરીયા, જયેશ ભાઈ હરસોડા તથા નિમિશ ભાઈ તંતી એ કર્યું હતું.

ખુબ જ સુંદર મજાની વ્યવસ્થા અને સમગ્ર લગ્નોત્સવ નું આયોજન ક્રીશ – પીરામીડ પાર્ટી પ્લોટ માં કરવામાં આવ્યું હતું.

સુંદર મજાની વ્યવસ્થા જોઈ ઉપસ્થિત સો કોઈ દંગ રહી ગયા હતા.

અહેવાલ – હાર્દિક સોરઠીયા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો