ફોર્બ્સ ઇન્ડિયાએ વુમન પાવર લિસ્ટ 2021 રજૂ કરી દીધું છે. આ યાદીમાં અરૂંધતિ ભટ્ટાચાર્ય, અપર્ણા પુરોહિત, સાન્યા મલ્હોત્રા જેવા દિગ્ગજ નામોની વચ્ચે ઓરિસ્સાના સુંદરગઢ જિલ્લાના આશા વર્કર મતિલ્દા કુલ્લૂ એ જગ્યા બનાવી છે. મતિલ્દાએ આ ઉપલબ્ધિ ગર્ગડબહલ ગામના ગ્રામજનો માટે કરેલા કામ માટે મળી છે. 45 વર્ષના મતિલ્દા છેલ્લાં 15 વર્ષથી સુંદરગઢના બડાગાવ જિલ્લાના ગર્ગડબહલ ગામમાં પોતાની સેવા આપી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ ફોર્બ્સ ઇન્ડિયા ડબ્લ્યુ-પાવર 2021ની યાદીમાં મતિલ્દાનું નામ આવવા પર તેમને અભિનંદન પાઠવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મતિલ્દાએ એવું તે શું કર્યું
મતિલ્દા પોતાના કામની અંતર્ગત લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સતત જાગૃત કરી રહ્યા છે. ફોર્બ્સ ઇન્ડિયાના મતે તેમની કોશિશોની જ અસર છે કે બડગાંવ જિલ્લાના લોકો હવે બીમાર પડતા સારવાર માટે હોસ્પિટલ જવા લાગ્યા છે. જ્યારે મતિલ્દા આશા વર્કર તરીકે જોડાયા ત્યારે ગામના લોકો બીમાર પડવા પર પણ હોસ્પિટલ જતા નહોતા. તેઓ સાજા થવા માટે જાડુ-ફૂંકવાનો સહારો લેતા હતા. મતિલ્દાને ગામવાળાઓને આ બધું રોકવામાં અને મેડિકલ સાયન્સની મદદ લેવા માટે જાગૃત કરતાં વર્ષો લાગ્યા. એટલું જ નહીં જાતિવાદ અને છૂત-અછૂતનો પણ સામનો કરવો પડ્યો કારણ કે તેઓ એક નીચી જનજાતિમાંથી છે.
4500 રૂપિયા પગાર
ફોર્બ્સ ઇન્ડિયાએ મતિલ્દા અંગે લખ્યું છે કે માત્ર 4500 રૂપિયા કમાનાર મતિલ્દાએ કુલ્લૂ એ પોતાનું જીવન બડાગાંવ જિલ્લાના 964 લોકોનીદેખભાળ માટે સમર્પિત કરી દીધું છે. મતિલ્દા એ લોકો માટે કોરોના વૉરિયર છે. મતિલ્દા દરરોજ 50-60 ઘરમાં જઇ ટેસ્ટ કરતી હતી. જે 964 લોકોની મતિલ્દા દેખભાળ કરી તેમાંથી મોટાભાગના આદિવાસી છે. મતિલ્દાના પરિવારમાં 4 લોકો છે. દરરોજ સવારે 5 વાગ્યે ઉઠે છે અને ઘરનું કામ પતાવી, જમવાનું બનાવીને, પ્રાણીઓને ચારો ખવડાવ્યા બાદ પોતાની સાઇકલ પર કામ પર જાય છે. પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે મતિલ્દા ટેલરિંગનું કામ પણ કરે છે.
કોરોના કાળમાં લોકડાઉન દરમ્યાન જ્યારે આખા દેશને ઘરે રહેવાનું કહેવાતું હતું ત્યારે આશા વર્કર્સને ઘેર-ઘેર જઇને હેલ્થ ચેકઅપ કરવાનું અને ગ્રામીણોને નવા વાયરસ અંગે જાગૃત કરવા માટે કહ્યું હતું. મતિલ્દાના મતે લોકો કોવિડ ટેસ્ટ કરાવાથી ભાગતા હતા, તેમને સમજાવા ખૂબ અઘરું હતું. કોવિડીની બીજી લહેર દરમ્યાન મતિલ્દા પણ કોરોના પોઝિટિવ થઇ ગયા હતા. બે સપ્તાહ બાદ સ્વસ્થ થયા બાદ તેણે ફરીથી પોતાનું કામ શરૂ કરી દીધું.
ગ્રામીણોને કોવિડ-19 રસી લેવા માટે રાજી કરવા પણ એક પડકારજનક કામ હતું. મતિલ્દાના મતે એ તો સારું છે કે મારા ગામના લોકોએ મારી વાત સાંભળી અને રસી મૂકાવી. તેમાંથી કેટલાંય ફુલી વેક્સિનેટેડ છે. તો બીજા ગામના વર્કર્સને પોતાના ગામવાળાઓને વેક્સીન લેવડાવા તૈયાર કરવામાં ઘણી મુશ્કેલી થઇ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..