લહેરાય પાક માટીએ માટીએ, આવો એવા કર્મ વાવીએ, સતયુગ ક્યાં છે ? તો કે માણસ ના કર્મો માં ! તમે જેવા બીજ ની વાવણી કરો છો તેવા ફળ મળે છે. દેશ ની સેવા કરવા માટે સરહદ પર જઈ ઉભા રહેવું જ જરૂરી નથી, આસપાસ ના લોકો ને જીવન માં પાંચ ખુશી આપી ને પણ સત્કાર્ય કરી શકાય છે. દરેક માનવી કોઈ સચોટ કાર્ય માટે અવતરે છે અને એ કાર્ય કરવું એ એનું કર્તવ્ય છે. સમાજ ઉપયોગી કર્યો કરવા એ સફળતા ની પહેલી નિશાની છે.
શ્રી મથુરભાઈ માધાભાઈ સવાણીનો જન્મ તારીખ ૧૨-૧-૧૯૬૩ના રોજ ભાવનગર જીલ્લાનાં ગઢડા તાલુકાનાં ખોપાળા ગામમાં થયો. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ ઈ.સ.૧૯૭૫ માં ડાયમંડ વર્કર તરીકે સુરતમાં શરૂઆત કરી. તેમની આવડત અને કુશળતાથી ઈ.સ.૧૯૮૦ માં ડાયમંડ વ્યવસાય માટે સુરતમાં “સવાણી બ્રધર્સ” નામની કંપની સુરતમાં જ શરૂ કરી. બિઝનેશ અર્થે યુરોપ, અમેરિકા અને ઈઝરાયેલ જવાનું થતું. ઈઝરાયેલના પાણીના મેનેજમેન્ટથી પ્રભાવીત થઈને ઈ.સ.૧૯૯૭માં ગુજરાતમાં જળ સંચય અભિયાન શરૂ કરવા માટે “સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ”ની સ્થાપના કરી અને તેનું પ્રમુખ પદ સંભાળ્યું.
આવા ઘણાય જીવન ઉપયોગી વાક્યો ને જીવી જાણે છે એવા શ્રી મથુરભાઈ સવાણી. જીવન ના શરૂઆતી દિવસો થી જ જીવન ને સમાજ ઉપયોગી બનાવવું એવા મક્કમ નિર્ણય સાથે ૧૯૭૫ માં પોતાના ગામડા ને છોડી – વ્યવસાય અર્થે મથુરભાઈ એ સુરત માં વસવાટ કર્યો. ૧૯૮૦ માં વિશ્વ પ્રવાસ દરમિયાન ઇઝરાયલ ના પાણી મેનેજમેન્ટ થી પ્રભાવિત થઇ એવી જ પાણી મેનેજમેન્ટ ની સુવિધા ઓ આપણા દેશમાં, આપણા રાજ્ય માં કેમ ના હોય તેવા વિચાર સાથે પાણી મેનેજમેન્ટ વિષે લોકો માં વધુ ને વધુ જાગૃતિ લાવવાનું ભાગીરથ કાર્ય શરુ કર્યું.
ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ભારત નો મોટા ભાગ નો હિસ્સો ખેતી પર આધારિત છે તો માત્ર પાણી ના મેનેજમેન્ટ ના કારણે ખેત પેદાશો માં તકલીફ આવતી હોય તો એ કેવી રીતે ચાલે ? એટલે પાણી દરેક ખેડૂત ને મળે એ હેતુ થી ૧૯૯૮ માં સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ શરુ કરવા માં આવ્યું.
સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા ખેતી માં વધુ ને વધુ રોજગાર ઉભો કરી શકાય તેવી રીતો હાથ ધરવા માં આવી જેમાં પાણી દરેક ખેડૂત સુધી પોહ્ચે એ માટે કર્યો શરુ થયા, પદયાત્રાઓ, મહાસંમેલનો, સંમેલનો, શિબિરો અને 35૦૦ થી વધુ ગામ સભાઓ કરી. ગામની જળ સંચય કમીટીઓ બનાવી. સરકારશ્રીની વિવિધ યોજનાઓને ગામ કમીટી સુધી પહોચાડવા માટે મહત્વની ભુમિકા નિભાવી, સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના ૪૦ જે.સી.બી. મશીનો વિના મુલ્યે ગામ કમીટીઓને આપવામાં આવ્યા ૫૦ લાખથી વધારે જળ સંચય માહિતી પુસ્તિકાઓ ગુજરાતના ગામો ગામમાં પહોચાડવામાં આવી જેના સંદર્ભમાં લાખોની સંખ્યામાં ચેકડેમો, તળાવો અને ખેત તલાવડીઓ બની જેના દ્વારા પાણીના તળ ઊચાં આવ્યા, પાણીની ગુણવત્તા સુધરી એના સફળ પરિણામ રૂપે અત્યારે ૧ લાખ ૨૬ હજાર જેટલુ ખેત ઉત્પાદન થાય છે.
એવું જ એક બીજું પાસું હતું “ કન્યાભ્રુણ હત્યા “, આ દુષણ ને દુર કરવા જળ સંચય અભિયાનની સાથે સાથે ૨૦૦૨ થી બેટી બચાવો અભિયાનના કાર્યો હાથ ધરવા માં આવ્યા , જેમાં ગુજરાત ના ઘણાય સામાજિક કાર્યકરો જોડાયા. ૨૦૦૬ માં ૨ લાખ ૫૨૦૦૦ ઘરે થી એક મુઠી ઘહું અને સીધું લેવામાં આવ્યું અને એક મહાલાડુ બનવા માં આવ્યો. જેની પ્રસાદી ગુજરાત દરેક ગામડે ૩૫ લાખ ઘરો માં વહેચવા માં આવી અને સ્ત્રીભ્રૂણ હત્યા રોકવી જોઈએ એ સંદેશો આપવામાં આવ્યો. સાથે બાર લાખ લોકો એક જ સાથે સપથ લીધા કે એ સ્ત્રીભ્રુણ હત્યા નહિ કરીએ. ઈ.સ.૨૦૦૮ માં સુરત થી સોમનાથ સુધીની “સર્વ સમાજ બેટી બચાવો” યાત્રા સમ્રગ ગુજરાતમાં કરવામાં આવી હતી. આ મહાઆંદોલન ના સફળ પરિણામ રૂપે અત્યારે 1000 છોકરાઓ સામે છોકરીઓ નો રેશિયો વધી ને ૯૦૦ થઇ ગયો.
આ ઉપરાંત ગઢડા તાલુકાના સુરતમાં રહેતા અને જેને પોતાનું ઘરનું ઘર ન હોય તેવા ગરીબ લોકોને “ગઢપુર ટાઉનશીપ” બનાવી ૧૨૧૧ પરિવારોને નહિ નફો નહિ નુકસાનના ધોરણે ઘરના ઘર બનાવી આપવામાં આવ્યા.
ટીપું ટીપું મળી ને દરિયો બને અને ખાલી એક ટીપા નું મોલ નહીવત સમું છે , એટલે જ ૪૦૦ જેટલા દાતાઓ ના સહયોગ થી સુરત ખાતે વિશ્વ કક્ષા ની હોસ્પિટલ – કિરણ હોસ્પિટલ બનાવા માં આવી. જેમાં દુનિયાભરની દરેક ટેકનોલોજી ના દરેક સાધનો છે , દરેક રોગો સામે લડી શકે તેવા ડોકટરો ની સુવિધા છે. અને ખાસ બેકટેરિયા મુક્ત વાતાવરણ બનવામાં આવ્યું છે. જેથી કરી ને બીજા દર્દીઓ ને પણ સહાયતા રહે. આ ઉપરાંત અન્ય સમાજ ઉપયોગી પ્રવુતિઓ સતત શરૂ રહે છે.
આવા બીજા ઘણાય નાના મોટા સામાજિક કાર્યો બદલ મથુરભાઈ સવાણી ને ગુજરાત સરકાર દ્વારા કેટલાય એવાર્ડ આપી સન્માન કરાયું છે અને ૨૦૧૪ માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી ના એવોર્ડ થી નવાજવા માં આવ્યા છે. મથુરભાઈ નું જીવન, સત્કાર્યો નું સમાનાર્થી છે. અને એમને એમાં કર્મો એવા વાવ્યા છે કે બસ દરેક પળે દેશ ની માટી માટે બસ સમૃદ્ધિ નો પાક ખીલે છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.