એક ગરીબ પરિવારનો યુવક ભણી-લખીને મોટો અધિકારી બની ગયો. તેના પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા. માતાએ અનેક કષ્ટો સહન કરીને તેને ભણાવ્યો અને સફળ જીવન આપ્યું. એક દિવસ દીકરો માતા પાસે આવ્યો અને બોલ્યો કે – માતા, તમે જીવનભર મારા માટે ઘણું કર્યુ છે. આજે હું તમારું ઋણ ચૂકવવા માંગું છું. આ સાંભળીને માતાને ખૂબ આશ્ચર્ય થયો. માતાએ કહ્યુ – ના દીકરા, મને મારી મમતા અને પ્રેમના બદલામાં કંઈ પણ નથી જોઇતું. પોતાના સંતાન માટે ત્યાગ કરવો તો દરેક માતાની ફરજ હોય છે. પરંતુ દીકરો વારંવાર જિદ્દ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે – માતા, હું તમારા પ્રેમ અને મમતાના બદલામાં તમને કંઈક આપવા માંગું છું..
જ્યારે તે ન માન્યો તો માતાએ કહ્યુ – શું તું બાળપણમાં જેમ મારી સાથે સૂતો હતો એવી રીતે સૂઇ શકીશ? આ વાત સાંભળીને દીકરો બોલ્યો – બસ આટલી વાત છે તો જરૂર હું મારી માતા સાથે આજે રાતના સૂઇશ. રાતે તે વ્યક્તિ પોતાની માતા પાસે ગયો તો તેણે જોયું કે પલંગ પર જે તરફ માતા સૂવે છે ત્યાં બાજુમાં પાણી રાખેલું છે. તે વ્યક્તિ પલંગની બીજી તરફ સૂઇ ગયો. માતા પોતાની જગ્યાએ આવીને સૂઇ ગઈ. રાતે માતા ઊઠી અને પલંગ પર પાણી નાખીને સૂઇ ગઈ.
હવે પાણીનું ભેજ બીજી તરફ પણ પહોંચી ગયું. તેનાથી દીકરાને પરેશાની મહેસુસ થવા લાગી. થોડી જ વાર પછી માતાએ ફરી એવું કર્યુ. આખરે કંટાળીને દીકરાએ માતાને કહ્યુ કે – માતા, તમે મને સૂવા કેમ નથી દેતાં, શું તું મને ભીની પથારીમાં સૂવડાવવા ઈચ્છે છે. દીકરાની વાત સાંભળીને માતાએ કહ્યુ કે – દીકરા, જ્યારે તું બાળપણમાં મારી સાથે સૂતો હતો તો આવી જ રીતે તું પણ પથારી ભીની કરી દેતો હતો અને છતાં પણ બીજી તરફ તને રાખીને સ્વયં ભીની પથારીમાં સૂઇ જતી હતી.
તું તો મારા પ્રેમ અને મમતાનું ઋણ ચૂકવવા ઈચ્છે છે, જે મેં તારા માટે કર્યુ હતુ. શું તું મારા માટે માત્ર એક રાત માટે ભીની પથારી પર સૂઇ નથી શકતો? જો તું આવું કરી શકે છે તો હું સમજી જઇશ કે તે મારી મમતાનું ઋણ ચૂકવી દીધુ. માતાની વાતો સાંભળીને દીકરાની આંખોમાં આંસૂ આવી ગયા અને તેણે પોતાની ભૂલનો અહેસાસ પણ થયો. તેણે પોતાની માતાને કહ્યું – માત્ર આજે શું, જીવનભર ભીની પથારી પર સૂઇને પણ હું તમારું ઋણ નહીં ચૂકવી શકું.
લાઇફ મેનેજમેન્ટ
કહેવાય છે કે માતા બાળકના પહેલી ગુરુ હોય છે અને મિત્ર પણ. માતાને ભગવાનનું રૂપ પણ કહેવામાં આવે છે. સંતાનની દરેક સફળતા પાછળ માતા-પિતાનો ખાસ યોગદાન હોય છે. કેટલાક લોકો સફળ થયા પછી માતા-પિતાના યોગદાનને ભૂલી જાય છે. આવું ન કરવું જોઈએ. વૃદ્ધાવસ્થામાં માતા-પિતાનું પૂરેપૂરું ધ્યાન રાખતા તેમને માન-સન્માન આપવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..