આતંકનો આકા મસૂદ અઝહર માર્યો ગયો? સોશિયલ મીડિયા પર ન્યૂઝ વાયરલ. સત્તાવાર રીતે જાહેરાત નથી થય.

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ અને આતંકી મસૂદ અઝહર મરી ગયો હોય તેવા સમાચાર સોશિયલ મીડિયા પર ફરી રહ્યાં છે. જો કે પાકિસ્તાન સરકારે હજુ સુધી સત્તાવાર દાવો કર્યો નથી પરંતુ પાકિસ્તાનના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં કરવામાં આવેલ એર સ્ટ્રાઇકમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે જૈશ એ મોહમ્મદના આતંકવાદી હુમલાખોરે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર વિસ્ફોટક ભરેલી કાર બ્લાસ્ટ કરી હતી. જેના કારણે સીઆરપીએફના 40 જવાન શહીદ થઇ ગયા હતા.

  • મસૂદ અઝહર માર્યો ગયો હોવાના સમાચાર વાયરલ
  • પાકિસ્તાન સરકારે સત્તાવાર રીતે જાહેરાત નથી કરી
  • પાકિસ્તાન લોકલ મીડિયાનો દાવો એર સ્ટ્રાઈકમાં મસૂદ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

રિપોર્ટ્સના અનુસાર, એર સ્ટ્રાઇકના સમયે મસૂદ અઝહર કેમ્પમાં સૂતો રહ્યો હતો. રાવલપિંડીની હોસ્પિટલમાં બે માર્ચે મોત થયું હતું. આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા વાયરલ થય રહી છે જેની અમે પુષ્ટિ કરતાં નથી.

હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

પહેલા જાણવા મળ્યુ હતું કે પુલવામા આતંકવાદી હુમલાના માસ્ટર માઈન્ડ મસૂદ અઝહરની કિડની ખરાબ થતા તેને સારવાર માટે રાવલપિંડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આર્મી હોસ્પિટલમાં આતંકી મસૂદની સારવાર અને તેનું નિયમિત ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું હતું. ગઈ કાલે પાકિસ્તાનના વિદેશ પ્રધાન કુરેશીએ જણાવ્યુ હતું કે, મસૂદ અઝહરની તબિયત વધારે ખરાબ હોવાના કારણ તે ઉઠી શકે તેમ નથી.

કુરેશીના નિવેદન બાદ ભારત સરકારના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, પાકિસ્તાના વિદેશ પ્રધાન અને ઈમરાન ખાનની સરકાર મસૂદ અઝહરના સાગરિતોની જેમ કામ કરી રહી છે. કુરેશીએ આ પહેલા એક નિવેદનમાં કહ્યુ હતુ કે, અમે પુલવામા હુમલા બાદ ભારત સાથે વાતચીત કરવા તૈયાર છીએ.

ભારત અમને પુરાવા આપે અમે તપાસ કરવા તૈયાર છીએ. પરંતુ પાકિસ્તાનના વિદેશ એ વાતને ભૂલી ગયા કે, ભારત સંસદમાં થયેલો આતંકવાદી હુમલા, પઠાણકોટ અને પુલવામા હુમલાના પુરાવા પાકિસ્તાનને આપી ચૂક્યુ છે. તેમ છતા આતંકવાદી મસૂદને પાકિસ્તાનની સરકાર છાવરી રહી છે.

પાકિસ્તાને મસૂદ અઝહરના માર્યા જવાની અફવા ફેલાવી

આપણા રક્ષા વિશેષજ્ઞ મસૂદ અઝહરના માર્યા જવાના સમાચારને પાકિસ્તાનની ચાલ માની રહ્યા છે. તમને જણાવી દઇએ કે પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારત સહિત દુનિયાના દેશો જૈશ એ મોહમ્મદ અને તેમના વડા પર કાર્યવાહી કરવાનો પાકિસ્તાન પર દબાણ છે. માનવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય દબાણથી બચવા માટે પાકિસ્તાને મસૂદ અઝહરના માર્યા જવાની અફવા ફેલાવી છે.

મસૂદ અઝહરનું એર સ્ટ્રાઇકમાં ઇજાગ્રસ્ત થયો હતો

બીજી બાજુ પાકિસ્તાન વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે જૈશ એ મોહમ્મદના પુલવામા આતંકવાદી હુમલાની જવાબદારી નથી લીધી. ત્યારે રિટાયર્ડ કર્નલ આશીષ ખન્નાએ કહ્યું કે એવું બની શકે કે મસૂદ અઝહરનું એર સ્ટ્રાઇકમાં ઇજાગ્રસ્ત થયો અને એ જ કેમ્પમાં રહ્યો હોય જ્યાં સ્ટ્રાઇક થઇ. હવે સારવાર દરમિયાન મોત થયું, પરંતુ પાકિસ્તાન આ વાતને છુપાવવા પણ માગતું હોય.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો