સંબંધોને લાંછન લગાવતો કિસ્સો: પિતરાઈ ભાઈએ બહેનને કહ્યું, “જલ્દી ખાવાનું આપ નહિ તો તને ખાઈ જઈશ, તારું દૂધ પીવડાય”

અમદાવાદ શહેરમાં એક બાદ એક મહિલાઓ સાથે અઘટિત ઘટનાઓ બની રહી છે. પૂર્વ વિસ્તારમાં એક મહિલા સાથે સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. એક પરિણીત મહિલાનો ભાઈ તેના ઘરે આવ્યો અને જમવાનું માંગ્યું હતું. બાદમાં જલ્દી ખાવાનું આપ નહિ તો તને ખાઈ જઈશ તેવું કહેતા મહિલાએ આવી મજાક કરવાની મનાઈ કરી હતી. બાદમાં મહિલાને ચુંબન કરી આરોપીએ મહિલાની છાતી પર હાથ ફેરવી આ દૂધ પીવું છે કહીને છેડતી કરી હતી. સમગ્ર મામલે મહિલાએ પોલીસને જાણ કરતા પોલિસી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ ઉત્તરપ્રદેશની અને હાલ અમરાઈ વાડીમાં રહેતી 22 વર્ષીય યુવતી ને બે વર્ષની દીકરી છે અને તેનો પતિ પૂર્વ વિસ્તારમાં મોબાઈલ શોપ ચલાવી વેપાર કરે છે. હાલમાં મહિલાનો પતિ વતન ગયો છે. મહિલા બપોરે તેના ઘરે હાજર હતી ત્યારે તેના કઠવાડા ખાતે રહેતો પિતાના મામાનો દીકરો ઘરે આવ્યો હતો.

મહિલાના પિતરાઈ ભાઈએ આવીને આ મહિલાને જમવામાં શુ બનાવ્યું છે તેવું પૂછતાં તેણીએ રોટલી અને બટાકાનું શાક બનાવ્યું હોવાનું જણાવ્યું હતું. પિતરાઈ ભાઈએ મહિલાને જલ્દી ખાવાનું આપ નહિ તો તને ખાઈ જઈશ તેવું કહેતા મહિલાએ આવી મજાક મસ્તી કરવાની ના પાડી હતી.

બાદમાં મહિલાના પિતરાઈ ભાઈએ મહિલાનો હાથ પકડી તેને ગાલ પર ચુંબન કર્યું હતું અને બાદમાં મહિલા ત્યાંથી નાસી જવાનો પ્રયાસ કરતા તેના પિતરાઈ ભાઈએ હાથ ખેંચી ધક્કો મારી પલંગ પર સુવાડી દીધી અને છાતી પર હાથ નાખી મારે આ દૂધ પીવું છે કહીને છેડતી કરી હતી. બાદમાં મહિલાનો પિતરાઈ ભાઈ ત્યાંથી નાસી જતા મહિલાએ તેના પરિવારજનો અને પતિને ફોન પર આ ઘટના જણાવતા પોલીસને જાણ કરવાનું તેઓએ કહ્યું હતું. મહિલાએ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસ આવી હતી અને બાદમાં અમરાઈ વાડી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો