કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં પાગલ વ્યક્તિ કોઈપણ હદ સુધી પહોંચી શકે છે અને પછી પસ્તાવાનો વારો આવે છે. આવો જ એક કિસ્સો શહેરના નારોલ વિસ્તારમાં જોવા મળ્યો છે. બે સંતાનોની માતાને (married woman)પાડોશી યુવક સાથે પ્રેમ થઇ ગયો. જોકે, આ યુવકે તેની સાથે લગ્ન કરી તેના પતિ કરતા પણ સારી રીતે રાખવાની લાલચ આપતા મહિલાએ પતિ સાથે છૂટાછેડા લઈ લીધા. તો બીજી તરફ પ્રેમીએ લગ્ન કર્યા વગર જ મહિલા સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી કરી. અનેક વખત લગ્ન માટેનું કહ્યા બાદ પણ આરોપી યુવકે લગ્ન ના કરતા અંતે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
યુવકે લગ્નની લાલચ આપી છૂટાછેડા કરાવ્યા
નારોલ વિસ્તારમાં રહેતી એક મહિલાને પાડોશમાં રહેતા અનિકેત તાવડે નામના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. જોકે આરોપીએ મહિલાને લાલચ આપી હતી કે, તું તારા પતિ સાથે છૂટાછેડા લઈ લે, હું તને સારી રીતે રાખીશ, જીવનની બધી જ ખુશી આપીશ અને તારા બાળકોને પણ સારી રીતે રાખીશ. જેથી મહિલા આ નરાધમની વાતોમાં આવી ગઈ હતી. જ્યારે આ પ્રેમ સબંધની જાણ મહિલાના પતિને થઇ તો બંનેએ છૂટાછેડા લીધા હતા.
અનેકવાર શારિરીક સંબંધ રાખી ગર્ભવતી બનાવી
બાદમાં મહિલા પ્રેમી અનિકેત સાથે રહેવા લાગી હતી. જોકે, શરૂઆત માં આરોપી એ કહ્યું હતું કે, જ્યાં સુધી આપણા લગ્ન નહિ થાય ત્યાં સુધી શારીરિક સંબંધ નહિ બાંધીએ. પરંતુ તે મહિલાની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. મહિલાએ અનેક વખત તેને લગ્ન માટેની વાત કરી પરંતુ તે વાત ટાળી દેતો હતો.
મહિલા ગર્ભવતી થઈ હોવાની જાણ આરોપીને કરી હોવા છતાં પણ તે લગ્ન માટે તૈયાર થયો ન હતો. પરંતુ ગર્ભવતી હોવાનું જાણવા છતાં તેની સાથે શારીરિક સંબંધ રાખતો. મહિલાએ તે બાદ ફરીથી લગ્નની વાત કરી તો તેને બીભત્સ ગાળો આપી, મારઝૂડ કરીને તેને તરછોડીને ચાલી ગયો. મહિલાએ અંતે કંટાળીને આ બાબતની જાણ પોલીસને કરતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..