બોરસદના પ્રતિષ્ઠિત પરિવારની પરિણીતાનું શંકાસ્પદ મોત, બાથરૂમમાંથી મળી લાશ, સમગ્ર પરિવાર શંકાના ઘેરામાં

બોરસદ શહેરમાં ઠક્કર ખમણ હાઉસ નામે ધીકતો ધંધો ધરાવતા પરિવારની પરિણીતાનુ ગતરોજ બપોરના સમયે બાથરૂમમાં શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવ સંદર્ભે પરિણીતાના સાસરે જાણ થતાં તેઓ બોરસદ આવી પહોંચ્યા હતા. ઘટનાસ્થળે પરણિતાના મોત બાબતે અંજુગતુ થયું હોવાનું જણાતાં પરિવાર દ્વારા બોરસદ શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.

બોરસદના પ્રતિષ્ઠિત પરિવારની પરિણીતાનુ મોત મામલે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. બોરસદ શહેર પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ મૃતક પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવાની કામગીરી પુર્ણ કરવામાં આવી હતી. આજરોજ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી જતાં શહેર પોલીસે દ્વારા પરણિતના મોત મામલે કડક કાર્યવાહી કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ, મૃતક પરિણીતાના ગરદનના ભાગે ગંભીર ઈજાથી મોત થયું હોવાનું ખુલવા પામ્યું છે. બાથરૂમમાંથી લાશ મળતાં અને ત્યારબાદ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવાયેલ હકીકતના કારણે ઠક્કર ખમણ હાઉસ નામે ધંધો ધરાવતો સમગ્ર પરિવાર શંકાના દાયરામાં આવી ગયેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો