“અપંગ હોવાનો મને કોઈ અફસોસ નથી, પણ લોકોના અપંગ વિચારો મને મારી નાખે છે! ” માનસી પટેલ

એક સમય એવો હતો કે માનસી પટેલ કંઇ કામ કરવા માંગે તો ઘણા લોકો એવું કહેતા કે તારાથી નહી થાય તું અપંગ છો જયારે માનસી પટેલ ને કયારેય એવું નહોતું લાગતું કે એ અપંગ છે..જયારે લોકો એવુ કહેતા ત્યારે માનસી પટેલ ને વિચાર આવતો કે ઘણા લોકો એમજ ઘરે બેઠા છે કઇ કામ કાજ કરતા નથી તો અપંગ કોણ હશે …

માનસી પટેલ ને રગ રગમાં ભાઇ પ્રત્યેનો અનહદ પ્રેમ દોડે છે …ભાઇ પ્રત્યેના એજ પ્રેમને કારણે આજે માનસી પટેલ એક નોમઁલ વ્યક્તિની જેમ ઉભા છે. લોકો વાંકુચુકું ચાલવુ એને જો અપંગ કહેતા હોય તો હા હું છું ..પણ મારું મગજનું મનોબળ નોમઁલ રાખુ છું ..

હા લોકો ભલે સીધા ચાલે પણ મગજ નો ઉપયોગ ન કરે એને શું કહેવાય …

એવા ને જ ખરેખર અપંગ કહેવાય સાચુ ને….

ઘણા લોકોએ ટીકા કરેલી જયારે મારે ચાર પગે પગથિયા ચઢવા પડતા…

એક દિકરી અપંગ હોય તો ઘણા લોકોનો સામનો કરવો પડે …ત્યારે મને શરમ આવતી મારા પર….

પછી વિચાર્યું કે મારો તો જનમ જ આવો છે તો હું શું કામ શરમ રાખું…પછી હું બિંદાસ રહેવા લાગી..શરમ એને હોવી જોઇયે જે મારી તકલીફ પર હસે છે ….

અત્યારે આ માનસી પટેલ ને પોતાના પર ગવઁ છે કે મે લોકોને મારી મન ની દઢતા મારુ મજબુત મનોબળ…મારી સાચી નિતિથી કરી દેખાડ્યું કે આ દિકરી શું શું કરી શકે છે …

આજે આ દિકરી લોકોને નાના નાના જોબ ઓફર કરે છે અને રાજકોટ માં રહે છે ..

ભગવાનને ઘરે દેર છે અંધેર નથી ..

સરવે મિત્રો ને માનસી પટેલ ના જયશ્રી રાધાકૃષ્ણ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો