કપડવંજ તાલુકાના આંબલીઆરા ગામની મહિલાની સંઘર્ષ ગાથા અનોખી છે. એક સમયે જીવન ગુજારવું પણ મુશ્કેલ હતું. તે સમયે તેઓએ લોન પર ગાય ખરીદી કરી તેની ઉત્કૃષ્ટ માવજત કરી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. આઠ વરસના ગાળામાં આ મહિલા પાસે 32 ગાય છે અને હાલ મહિને પોણા બે લાખનું દુધ ભરે છે. તાજેતરમાં જ તેઓએ ગામની શાળામાં બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરતા સમયે પોતાની સંઘર્ષ ગાથા સંભળાવી હતી.
આંબલીઆરા ગામના મંજુલાબહેન પટેલે જણાવ્યું હતું કે, મારી આર્થિક પરિસ્થિતિને સુદૃઢ બનાવી મને નાણાકીય રીતે પગભર થવાની તાતી જરૂરિયાત હતી. આથી, વર્ષ 2010માં ફિનકેર બેંકમાંથી 15 હજારની લોન મેળવી ત્યારે મારી પાસે ફક્ત 2 ગાય હતી. બાદમાં 2012 અને 2014માં કંપની તરફથી અનુક્રમે 20 હજાર અને 25 હજાર રૂપિયાની વધુ લોન મેળવી મારા પશુપાલનના વ્યવસાયનો ઉત્તરોત્તર વધુ વિકાસ કર્યો હતો.
વર્તમાન સમયમાં પણ બેન્ક તરફથી 75 હજાર રૂપિયાની મોટી લોન મેળવી છે. અત્યારે મારી પાસે 32 ગાય છે, પોતાનો તબેલો છે. બેન્કની ગ્રાહકલક્ષી સરળ પ્રક્રિયા દ્વારા ઘર બેઠાં લોન મેળવવાથી મારા પશુપાલનના વ્યવસાયને સફળ બનાવી મારું સ્વપ્ન સાકાર થયું છે. હાલમાં મંજુલાબહેન મહિને પોણા બે લાખ રૂપિયાનું દૂધ ભરે છે અને તેમના પરિવારમાં પતિ, પુત્ર અને પુત્રવધુ સહિતનો પરિવાર છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.
– આ યુવાને પિતાની યાદમાં જલાવી સેવાની જ્યોત, અંતિમવિધિ માટે સોનાની તસ સહિત આપે છે A To Z સામાન
– આ બેસ્ટ ઘરેલૂ નુસખાઓ તમારી અનેક સમસ્યાઓને ફટાફટ ઠીક કરશે, નોંધી લેશો તો આવશે કામ
– તમારા એકાઉન્ટમાંથી ઉપડી ગયા છે પૈસા તો બેન્કે ચુકવવું પડશે વળતર, ચેક કરો RBIના નિયમ