ઉત્તર પ્રદેશમાં ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યા છે. પ્રદેશની સરકાર ભલે ગમે તેટલા દાવા ઠોકતી હોય, પણ હકીકતમાં કંઈક જૂદી છે. રીતસર આપને હાલમાં જંગલરાજના દર્શન થશે તેવા દ્રશ્યો દરરોજ આવી રહ્યા છે. તાજેતરમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. જ્યાં સિસ્ટ્મ પર સવાલ તો ચોકક્સથી કરી શકાય, પણ આખરે સરકાર શું કરી રહી છે. યોગી સરકારની ઢીલી નીતિ તેના માટે જવાબદાર છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મનીષ ગુપ્તાના મોતનો મામલામાં ગોરખપુર પોલીસનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેનાથી આપને ખ્યાલ આવશે કે, યુપીમાં કેવા કેવા કાંડ ખેલાઈ રહ્યા છે. મંગળવાર રાતે આ વીડિયોમાં ડીએમ અને એસએસપી મીનાક્ષી તથા તેમના પરિવારને કોઈ પણ હાલમાં કેસ ન નોંધાવાની સલાહ આપી રહ્યા છે.
આ વીડિયો BRD મેડિકલ કોલેજ પોલીસ ચોકીમાં બનાવવામાં આવ્યો છે. જેમાં મીનાક્ષી ડીએમ વિજય કિરણ આનંદ અને એસએસપી ડો.વિપીન ટાડા પાસે 4 વર્ષના માસૂમ પુત્રને ખોળામાં લઈને પતિના મોત માટે ન્યાયની માંગ કરી રહી છે.
निर्दोष की जान लेने के बाद न्याय नहीं देने की बात कर रही है भाजपा सरकार शर्मनाक एवं दुखद!
गोरखपुर में व्यापारी मनीष गुप्ता की पुलिस द्वारा हत्या किए जाने पर DM और SSP परिजनों को FIR न दर्ज कराने की सलाह देते दे रहे हैं।
पूरे मामले को दबाने का प्रयास कर रही है सरकार। @ANI pic.twitter.com/bdsPMVTrla
— Samajwadi Party (@samajwadiparty) September 29, 2021
મીનાક્ષીએ કહ્યું – 2 રાઉન્ડની મીટિંગ
વીડિયોની પુષ્ટિ કરતા મનીષની પત્ની મીનાક્ષીએ જણાવ્યું હતું કે અધિકારીઓ અને પરિવારની બેઠક રાત્રે 8 થી 12 વાગ્યા સુધી બે રાઉન્ડ સુધી ચાલી હતી. જેમાં ડીએમ વિજય કિરણ આનંદ અને એસએસપી ડો.વિપિન ટાડાએ કોઈ પણ સંજોગોમાં કેસ નોંધાવવાની સલાહ આપી હતી.
મૃતક મનીષના સાળા આશિષ ગુપ્તાએ જણાવ્યું કે તે મીનાક્ષી સાથે પણ હાજર હતો. મીનાક્ષી ભાભીએ સરકારી નોકરીની માંગણી કરતા કહ્યું કે હવે તેની અને તેના પુત્રની સંભાળ કોણ લેશે ? આના પર અધિકારીઓ સમજાવતા રહ્યા કે મનીષે કોઈ સરકારી નોકરી કરી નથી, તેથી તમને પણ મળશે નહીં.
6 પોલીસકર્મીઓનો પરિવાર બરબાદ થઈ જશે
આશિષે કહ્યું કે અધિકારીઓએ સ્વીકાર્યું કે તેઓ જાણતા હતા કે વાંક પોલીસનો છે. પરંતુ તમારો એક કેસ 6 પોલીસકર્મીઓના પરિવારને બરબાદ કરી દેશે. આનાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. આ અંગે મીનાક્ષીએ અધિકારીઓને પૂછ્યું કે જેણે મારું જીવન બરબાદ કર્યું છે તેનું શું થશે ? તેથી અધિકારીઓએ પુરાવાઓ બદલી દેવાનું શરૂ કર્યું હતું.
કોર્ટમાં વર્ષો વિતાવવા પડશે
જ્યારે વીડિયોમાં ડીએમ કહે છે કે હું તમારા ભાઈ જેવો છું. એકવાર કેસ નોંધાયા પછી, તમને ખ્યાલ નથી કે તમારે વર્ષો સુધી કોર્ટમાં જવું પડશે. આમાંથી કોઈને કશું જ મળતું નથી. વર્ષો વીતી જશે. જ્યારે એસએસપી એમ કહેતા જોવા મળે છે કે પોલીસકર્મીઓને મનીષ સાથે કોઈ દુશ્મની નહોતી, જે આવું કરશે. તમારી વિનંતી પર મેં તેને સસ્પેન્ડ કર્યો છે. ક્લીન ચીટ ન મળે ત્યાં સુધી તેઓ ફરી જોડાઈ નહીં શકે. આ પછી સીએમ યોગી આદિત્યનાથનો ફોન આવ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો.
વિપક્ષે પ્રહારો કર્યો
વિપક્ષે પણ આ મામલે સરકાર પર પ્રહારો શરૂ કર્યા છે. સમાજવાદી પાર્ટીએ તેના ટ્વિટર હેન્ડલ પરથી વીડિયો ટ્વિટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. જ્યારે લગભગ દોઢ મિનિટનો આ વીડિયો છેલ્લે એસએસપીએ તેને બનાવતા અટકાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..