ગરમીની સીઝન શરૂ થવામાં છે ત્યારે કેરી એક એવું ફળ છે જે ભાગ્યે જ કોઈને નાપસંદ હોય. કેરીને હેલ્થને માટે ફાયદારૂપ માનવામાં આવે છે કેમકે તેમાં અનેક ઔષધિય ગુણ હોય છે. ખાવામાં સ્વાદિષ્ટ કેરીના સિવાય તેના પાન પણ શરીરને માટે ફાયદારૂપ માનવામાં આવે છે. કેરીના પાનમાં અનેક ગુણ છે જે સ્કીન અને વાળને માટે ફાયદો કરે છે.
કેરીના પાનમાં વિટામિન સી, વિટામિન એ અને વિટામીન બી જેવા પોષક તત્વોની ભરમાર હોય છે. જેમાં સ્ટીરોઈડ, અલ્કલોઈડ, રાઈબોફ્લેવિન, થાયમિન, ફેનોલિક, બીટાકેરોટીન, ફ્લેવોનોઈડ્સ જેવા કમ્પાઉન્ડ હોય છે.
જાણો ખાસિયત
કેરીના પાનની ખાસિયત છે તેનાથી વાળના ખરવાથી લઈને સ્કીનની બળતરા સુધીની તકલીફો દૂર થાય છે. કેરીના પાનને અનેક રીતે સ્કીન અને વાળને માટે ઉપયોગમાં લઈ શકાય છે. તો જાણો તમે સ્કીન અને વાળને માટે કેરીના પાનને ઉપયોગમાં લઈ શકાય છે.
સ્કીનની બળતરા અને ડ્રાયનેસ
કેરીના પાનની ખાસિયત છે કે તેનાથી સ્કીની ડ્રાયનેસની સાથે બળતરાને દૂર કરી શકાય છે. તેને માટે તમે કેરીના પાનને બાળી લો. કેરીના પાનને બાળ્યા બાદ તેની રાખને પ્રભાવિત વિસ્તાર પર લગાવો. તેનાથી બળતરામાં રાહત રહેશે અને ડ્રાયનેસ દૂર થશે.
તાજા પાન
જો તમે ઈચ્છો તો તમે કેરીના પાનનો ઉપયોગ ફેસ માસ્કમાં પણ કરી શકો છો. આ માટે 4-5 કેરીના પાન લો અને તેને પીસીને તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. તેને ફેસ પર લગાવી લો અને થોડી વાર પછી નોર્મલ પાણીથી ફેસ વોશ કરી લો. આવું અઠવાડિયામાં 2 વાર કરો અને તમે ફરક જોઈ શકશો.
વાળ માટે
કેરીના પાનમાં વિટામિન એ અને વિટામિન સી વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેને યોગ્ય રીતે વાળમાં લગાવવાથી હેયર ગ્રોથ સારો રહે છે. તમે કેરીના પાનને પીસીને સ્કેલ્પમાં લગાવો. 15 મિનિટ બાદ વાળને શેમ્પૂ કરી લો. આ ટિપ્સથી વાળમાં તરત જ ફરક જોવા મળશે અને મજબૂતી વધશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..