માંડવીમાં કામાંધ પિતાએ દીકરી પર નજર બગાડી, કહેતો ‘તું સેક્સી લાગે છે’: છેવટે કંટાળીને પુત્રીનો આપઘાત, પિતાની પોલીસે ધરપકડ કરી

માંડવીમાં કામાંધ બનેલા પિતાએ પુત્રી પર નજર બગાડીને ન કરવા જેવા અને શરમથી માથું ઝૂકી જાય તેવા કૃત્યો આચરતાં છેવટે કંટાળીને પુત્રીએ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટના બન્યાના એક માસ બાદ માંડવી પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે પિતા સામે ગુનો નોંધીને પિતાની ધરપકડ કરી હતી.

મૃતક સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, દીવાદાંડી પાસે રહેતા કમલેશ કષ્ટાવાલા સાથે ૧૮ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. કમલેશ ધંધાર્થે ઓમાન રહેતો હતો અને બે-ત્રણ વર્ષે એકાદ વાર માંડવી આવતો હતો, પરંતુ આ વર્ષે માંડવી આવેલો કમલેશ ૮ મહિનાથી ઘરે જ રોકાઇ ગયો હતો અને ૧૭ વર્ષીય સગીર દીકરી પર નજર બગાડી હતી.

સગો બાપ સગીર વયની દીકરીને કહેતો કે ‘તું સેક્સી લાગે છે’ તેમ કહીને બીભત્સ વાતો કરતો હતો. વાસનાંધ બનેલા સગા બાપના વર્તનથી દીકરી માનસિક આઘાત અનુભવતી હતી. આ બાબતે તેણે માતાને પણ વાત કરી હતી કે, ‘પપ્પા સારા માણસ નથી, મને ખરાબ નજરે જુએ છે અને તું હાજર ન હોય ત્યારે ઘરમાં બિભત્સ વાતો પણ કરે છે, તેથી મને પપ્પાનો ખૂબ ડર લાગે છે’ તેથી માતાએ દીકરીને સમજાવ્યું કે ‘હું તને મૂકીને ક્યાંય નહીં જાઉં અને થોડાક દિવસમાં જ તારા પપ્પા વિદેશ જતા રહેશે એટલે શાંતિ થઇ જશે.

તા.૧૯ ઓગસ્ટનાં રાત્રે બાપ-દીકરી વચ્ચે ઝઘડો થતાં દીકરીને મનમાં લાગી આવ્યું હતું. દીકરીએ તેની કહ્યું, ‘પપ્પા મને બહુ ત્રાસ આપે છે, હવે હું મરી જઇશ’ અને બીજા દિવસે સવારે માતા થોડીવાર માટે પાડોશીના ઘરે ગઇ અને દીકરીએ ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો