ઘરે જ બનાવો ગરમા ગરમ મનચાઉ સૂપ, હોટલને પણ ભૂલી જશો, જાણો બનાવવાની સરળ રીત

જ્યારે પણ આપણે બહાર હોટલમાં જમવા જઇએ તો સૌ પ્રથમ સૂપ ટ્રાય કરીએ છીએ. ખાસ કરીને તમે અનેક પ્રકારના સૂપ ટ્રાય કર્યા હશે અને સૂપ પીવાની મજા પણ આવે છે. પરંતુ જો ઠંડીમાં આવા ટેસ્ટી અને ગરમા ગરમ સૂપ મળી જાય તો તેને પીવાની મજા આવી જાય. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય મનચાઉ સૂપ..

  • 1 નંગ – સમારેલ ગાજર
  • 1- નંગ – સમારેલ કેપ્સિકમ
  • 1/2 કપ – સમારેલી કોબીજ
  • 1 ટૂકડો – આદું
  • 2 ચમચી – તેલ
  • 2 ચમચી – સોયાસોસ
  • 1 ચમચી – રેડ ચીલી સોસ
  • 2 ચમચી – ટોમેટો કેચઅપ
  • 1 ચમચી – મરીનો ભૂકો
  • 1 ચમચી – કોર્નફ્લોર
  • 1 કપ – બાફીને તળેલા નૂડલ્સ
  • સ્વાદાનુસાર – મીઠું
  • જરૂરિયાત મુજબ – પાણી

બનાવવાની રીત

સૌ પ્રથમ નૂડલ્સને અધકચરા બાફી ઠંડા થાય એટલે જરાક કોર્ન ફ્લોરમાં રગદોળી તેને ગરમ તેલમાં તળી લેવા. હવે કડાઈમાં તેલ અને આદું મરચા સાંતળી લેવા. ત્યારબાદ સમારીને રાખેલા ગાજર, કેપ્સિકમ, કોબીજ બધું ઉમેરી ફાસ્ટ ગેસ પર બે મિનિટ સુધી સાંતળી લો. હવે તેમાં મીઠું, મરીનો ભૂકો ઉમેરી મિક્સ કરી લેવું. તેમાં સોયાસોસ, કેચપ, રેડ ચીલી સોસ બધું ઉમેરી મિક્સ કરી તેમાં ૩ કપ જેટલું પાણી ઉમેરવું. તેને ૫ મિનિટ ઉકાળી ૧ બાઉલમાં માં 1/4 કપ પાણી લઈ તેમાં 1 ચમચી કોર્ન ફ્લોર ઓગાળી સૂપમાં ઉમેરી ૨ મિનિટ ગેસ પર રાખી ગરમ કરી લો. હવે તેમાં તળેલા નૂડલ્સ ઉમેરી ગરમ ગરમ સર્વ કરવું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો