ધોરણ-10ની બે વિદ્યાર્થીનીઓને તસ્વીરો વાઈરલ કરવાનું કહી યુવક કરતો હતો બ્લેકમેલ, કંટાળીને યુવતીઓએ ભયંકર રીતે બદલો લીધો

ચેન્નઈમાં ધોરણ-10ની વિદ્યાર્થિનીઓએ પોતાને બ્લેકમેલ કરી રહેલા યુવકની હત્યા કરાવી દેવાની ઘટના સામે આવી છે. અરામ્બક્કમ પોલીસે 21 વર્ષીય કોલેજ સ્ટુડન્ટના મર્ડરના કેસમાં સોમવારે ધોરણ-10ની વિદ્યાર્થિનીઓની ધરપકડ કરી હતી. આ કોલેજ સ્ટુડન્ડ ઈન્ટિમેટ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને બંને વિદ્યાર્થિનીઓને બ્લેકમેલ કરતો હતો.

રવિવારે તિરુવલ્લુરના ઈઆચેન્ગાડુ ગામ ખાતેથી ઓટ્ટેરીના પ્રેમકુમારનો મૃતદેહ મળ્યો હતો. ગામવાસીઓએ આ દૂરના સ્થળે વાળ અને લોહીવાળા દાંત મળ્યા હોવાની જાણ પોલીસને કરી હતી અને બાદમાં પોલીસે તપાસ કરતા તેમને મૃતદેહ મળ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તેમણે કરેલી તપાસ તેમને બે વિદ્યાર્થિનીઓ પાસે લઈ ગઈ હતી. પ્રેમકુમારે આ બંને વિદ્યાર્થિઓને તેમની તસ્વીરો ઓનલાઈન પબ્લિશ કરી દેવાી ધમકી આપી હતી જેના કારણે તેમણે ગત વર્ષે તેને 50,000 રૂપિયા આપ્યા હતા. પ્રેમકુમારે ઈન્સ્ટાગ્રામ પર બંને યુવતી સાથે ફ્રેન્ડશિપ કેળવી હતી પરંતુ બંને યુવતીઓને ખબર ન હતી કે તેઓ એક જ વ્યક્તિ સાથે સંકળાયેલી છે.

પ્રેમકુમાર બંનેને સતત બ્લેકમેલ કરી રહ્યો હતો જેના કારણે છોકરીઓ કંટાળી ગઈ હતી. બંનેએ બાદમાં અશોકને પ્રેમકુમારનો ફોન લઈને તે તસ્વીરો ડિલિટ કરવામાં તેમની મદદ કરવાનું કહ્યું હતું. બંને યુવતીઓએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર અશોક સાથે મિત્રતા કેળવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, અશોક અને તેના ત્રણ મિત્રોએ છોકરીઓની મદદથી પ્રેમકુમારને લલચાવ્યો હતો અને શુક્રવારે સવારે શોલાવરમ ટોલ પ્લાઝા પર બોલાવ્યો હતો.

પ્રેમકુમાર ત્યાં આવ્યો હતો અને તેમણે ત્યાંથી તેનું અપહરણ કર્યું હતું. બાદમાં રાત્રે અશોક અને તેનો અન્ય એક મિત્ર પ્રેમકુમારને ઈચેન્ગાડુ લાવ્યા હતા જ્યાં તેમણે તેની હત્યા કરીને તેને દાટી દીધો હતો, તેમ પોલીસે જણાવ્યું હતું. એક તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે અશોકને ઝડપી પાડવા માટે અભિયાન શરૂ કરી દીધું છે. એક વખત તે અમારા હાથમાં આવશે તે પછી જ ખ્યાલ આવશે કે હકિકતમાં શું બન્યું હતું.
પ્રેમકુમારનો મૃતદેહ મળ્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે ગવર્નમેન્ટ સ્ટેનલી હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. બાદમાં સોમવારે તેનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો