દવાઓ વગર આ વ્યક્તિએ 25 વર્ષમાં 36 હજાર લોકોનો ફ્રીમાં કર્યો ઈલાજ, દુવાની રહે છે અસર

દુલીચંદ કોઈ મેડિકલની પદ્ધતી ન જાણતા હોવા છતાં અંડાશયનઆ અસંતુલનનો ઈલાજ કરવામાં સિદ્ધહસ્ત છે. તેઓ આ ઈલાજ નિ:શુલ્ક કરે છે. તેઓ રોજ 5-7 વ્યક્તિઓનો ઈલાજ કરે છે. તેમના પરિવારમાં ચાર પેઢીથી આ ચાલતું આવે છે. તેઓ પોતે 25 વર્ષથી અંડાશયના અસંતુલનનો ઈલાજ કરી રહ્યા છે. તેમના મત પ્રમાણે તેઓ અત્યાર સુધીમાં અંદાજે 36 હજાર લોકોની સારવાર કરી ચૂક્યા છે.

નિ:શુલ્ક કરે છે લોકોનો ઈલાજ

તેમની ખ્યાતિ એટલી વધારે છે કે, જે શહેરમાં સારી મેડિકલ કોલેજ હોય ત્યાંથી પણ લોકો ઈલાજ કરાવવા આવી રહ્યા છે. દર્દીઓ પ્રત્યે તેમનું સમર્પણ ખૂબ જબરજસ્ત છે. તે માટે તેઓ બહારગામ જવાનું પણ ઓછું પસંદ કરે છે. અને જો જવું પણ પડે તો તેઓ સાંજે જઈને બીજા દિવસે સવારે ઘરે પરત આવી જાય છે જેથી તેમના દર્દીઓને તેમની બહુ રાહ ન જોવી પડે. 60 વર્ષના દુલીચંદ વ્યવસાયે ખેડૂત છે અને તેવી જ રીતે તેમના જીવનમાં સાદગી છે. તેઓ કહે છે કે, તેમના પિતા હુકમ સિંહે આ વિદ્યા તેમને શીખવી છે. પરંતુ સાથે શપથ પણ લેવડાવી હતી કે તેઓ આને કદી વ્યવસાય નહીં બનાવે. કોઈ પીડિતની સેવા કરવી અને દુવા લેવી તે જ મોટી કમાણી છે. તેનો ફાયદો આખું જીવન મળે છે. તેમણે હવે તેમની આ આવડત તેમના દીકરાને શીખવી છે. તેમને ત્યાં રોજ 5-7 દર્દીઓ આવે છે. ચાર ભાઈઓમાં દુલીચંદ ખેડૂત ત્રીજા નંબરે છે. તેઓ આ ઈલાજ નિ:શુલ્ક કરે છે.

કાનમાં ચાંદી અથવા સોનાની વાળી પહેરાવીને કરે છે ઈલાજ

અંડાશયનું સંતુલન કરવાનો ઈલાજ તેઓ બાળકો અને યુવકોને ઊભા રાખીને જ્યારે વૃદ્ધોને બેસાડીને કરે છે. આ ઈલાજમાં તેઓ કાનને અલગ અલગ દિશામાં વાળે છે. ત્યારપછી દર્દી દ્વારા લાવવામાં આવતી સોનાની અથવા ચાંદીની વાળીથી કાનમાં છેદ કરીને તેમને પહેરાવે છે. થોડી વારમાં જ દર્દીને આરામ થવા લાગે છે. 20થી 30 દિવસમાં દર્દીને સંપૂર્ણ આરામ થઈ જાય છે.

ઝાંસી, દિલ્હી, જયપુરથી આવે છે લોકો ઈલાજ કરાવવા

તેમની આ ખાસિયત એટલી પ્રખ્યાત થઈ ગઈ છે કે લોકો દૂર દૂરથી તેમની પાસે ઈલાજ કરાવવા માટે આવે છે. નજીકના ગામડાઓ સહિત ઝાંસી, દિલ્હી, આગરા, જયપુર અને કોટા જેવા શહેરોમાંથી પણ લોકો તેમની પાસે ઈલાજ કરાવવા આવે છે. સારવાર કરાવવા આવેલા 80 વર્ષના વૃદ્ધ અંડાશયના અસંતુલનથી ખુબ મુશ્કેલી થાય છે. અમને ખબર પડી કે અહીં મફતમાં સારવાર કરવામાં આવે છે. આ સાંભળીને હું અહીં આવી ગયો. ઉપચાર કર્યા પછી હવે આરામ લાગી રહ્યો છે.

ઠીક થાય તો રૂ. 21નો કરાવે છે પ્રસાદ

દર્દીને સારવાર પછી આરામ મળી જાય તો તેઓ ખુશ થઈને દુલીચંદને રૂ. 5-10 હજાર કે તેનાથી વધારે આપવાની ઓફર કરે છે. પરંતુ દુલીચંદ માત્ર હનુમાનજીને રૂ. 21નો પ્રસાદ કરવાનું કહે છે. તેમણે તેમના ત્યાં એક ડબ્બો રાખ્યો છે. તેમાં ભેગી થતી રકમથી હનુમાન જયંતી, હોળી, દિવાળી જેવા તહેવારોમાં પ્રસાદ કરીને ગ્રામીણોને વહેંચી દેવામાં આવે છે.

Address..

गांव~ नगला चौबा..
District ~ Bharatpur.. Rajasthan..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર