સુરત શહેરમાં ફરી એક સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી છે. જેમાં અગાઉ ઘર નજીક રહેતો મોહમ્મદ સૈફ સલીમ રુમાલવાલાએ પ્રેમ સંબંધ રાખી લગ્નની લાલચ આપી સગીરા પર આશરે ચૌદથી વધું વખત બળાત્કાર ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે.
શહેરમાં સતત બળાત્કારની ઘટનાઓ સામે આવી ગઈ છે ત્યારે વધુ એક બળાત્કારની ઘટના સામે આવતાં સુરતમાં ચકચાર મચી જવા પામી હતી સુરત શહેરના બેગમપુરા ખાતે આવેલ મુગવાન ટેકરા પાસે રહેતો મોહમ્મદ સૈફ સલીમે આશરે બેથી અઢી વર્ષ જેટલા સમયથી સાડા પંદર વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારતો હતો.
આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે પીડિતના પરિવારે તેની પુત્રીનું પેટ જોયું તો આગળની ભાગે ઉપસી આવેલ ત્યારે પરિવારે તેને પૂછતા જણાવેલ કે મારા પેટમાં દુખાવો થાય છે.
આ વાતને ગંભીરતાથી લઇ જ્યારે પરિવાર પુત્રી ને લઇ હોસ્પિટલે પહોચ્યું તો ત્યાંની હકીકત જાણી પરિવાર ચોંકી ગયું હતું. ફરજ પરના ડોક્ટરોએ જણાવેલ કી તમારી પુત્રી ગર્ભ થી છે અને તેને બત્રીશ અઠવાડિયા પાંચ દિવસનો ગર્ભ છે. આટલું સાંભળતા જ પરિવાર પર આભ તુટી પડ્યું હતું અને તાત્કાલિક પોલીસને આ વાતની જાણ કરેલ હતી.
પોલીસ આ બાબતે વધુ તપાસ કરતા ખબર પડી હતી કે સગીરાનું મોહમ્મદ સૈફ સલીમ સાથે છેલ્લા બે થી અઢી વર્ષથી લગ્નની લાલચે શારીરિક સબંધો માં જોડાયેલ હતી. પરંતુ અંતે તેને લગ્નની ના પાડી દીધેલ જેથી મે પણ તેની સાથે સબંધો પૂરા કરી દીધેલ હતા.
મારા પેટમાં અચાનાક દુખાવો શરૂ થતા મે મારા પરિવારને આ વિશે જાણ કરેલ હતી. હાલ તો મહિધરપુરા પોલીસે વાતને ગંભીરતાથી લઇ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..