સુરત હોય કે રાજકોટ, વડોદરા હોય કે અમદાવાદ ગુજરાતમાં શહેર હોય કે ગામ જ્યાં જુઓ ત્યાં મહિલાઓની સુરક્ષા સામે સતત સવાલો ઉઠે તેવા બનાવો સામે આવે છે. તેમાં પણ સુરતની ગ્રીષ્માની હત્યા બાદ ગૂનેગારો બેફામ બન્યાં હોય તેવી સ્થિતિ છે. પ્રેમ સંબંધ મુદ્દે મહિલાઓની હત્યાના બનાવ અટકવાનું નામ લેતું નથી. અમદાવાદના માધુપુરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને પણ મહિલાની કરપીણ હત્યાનો બન્યો છે. ઝનૂની પ્રેમીએ પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે જ પરિણીત પ્રેમિકાને રહેંસી નાંખી હતી. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. ઘટનાસ્થળેથી નાસી છૂટેલા હત્યારાએ ઘરે જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
હત્યારાએ પ્રેમિકાની હત્યા બાદ ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો
પ્રેમિકાની જાહેરમાં હત્યા કર્યા બાદ હત્યારો પોતાના ઘરે દોડી ગયો હતો અને ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હત્યારો નરેશ આત્મહત્યા કરે તે પહેલા પરિવારજનોએ તેને બચાવી લીધો હતો અને તે ઘરેથી ભાગી ગયો હતો, પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો.
પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરમાં જ ધોળે દિવસે હત્યા
અમદાવાદ શહેરમાં સુરતની ગ્રીષ્માની હત્યા જેવી ઘટના બની છે. અહીંયા એક પ્રેમીએ તેની પ્રેમિકાને જાહેરમાં છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો બનાવ વુમન્સ ડેના દિવસે બને છે. એક તરફ પોલીસ પેટ્રોલિંગની વાતો કરી રહી છે, તેવા સમયે જાહેરમાં અને એ પણ પોલીસ સ્ટેશનના સો મીટરના અંદર હત્યાનો બનાવ બનતા લોકોની સુરક્ષાને લઈને સ્થિતિ કથળી હોય તેવું સ્પષ્ટ સાબિત થઇ રહ્યું છે.
મહિલાની લાશ ખસેડવા માટે ટેપ્પો લાવવો પડ્યો
ઝનૂની પ્રેમીએ ઉપરાછાપરી કથિત પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા કરી દીધી હતી. હત્યાના બનાવ બાદ પરિસ્થિતિ એટલી ખરાબ બની કે મહિલાની લાશને એમ્બ્યુલન્સના આવતા ટેમ્પામાં લઈ જવાની ફરજ પડી હતી. હાલ પોલીસ આરોપીને શોધી રહી છે. બીજી તરફ આ વિસ્તારમાં ગુનેગારોએ માથું ઉચક્યું હોવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. તેવા સમયે સ્થાનિક પોલીસનો વિસ્તારમાં સહેજ પણ પ્રભાવ ન હોવાનું સ્પષ્ટ સાબિત થઇ રહ્યું છે.
પોલીસ સ્ટેશન નજીક બનાવથી સુરક્ષા મુદ્દે સવાલ
માધુપુરા પોલીસ સ્ટેશન સતત વિવાદમાં રહ્યું છે, ત્યારે આજે પોલીસ સ્ટેશનથી માત્ર સો મીટર દૂર એક મહિલાની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી દેવાની ચોંકાવનારી ઘટના બની છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારો માથું ઊંચકી રહ્યા હતા. પણ સ્થાનિક પોલીસ તેને શરણું આપી રહી હોય તેમ મોટા કરી રહી હતી. હવે જાહેરમાં મહિલાની હત્યા અને એ પણ વુમન્સ ડેના દિવસે બની છે. તે શહેર પોલીસ માટે ખૂબ શરમજનક બાબત છે.
આ અંગે ઉચ્ચ અધિકારીઓને દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ છે. જેમાં નવીન નામના યુવકે આશા નામની તેની પ્રેમિકાને ઝઘડો થતાં મોતને ઘાટ ઉતારી દીધી છે. હાલ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે, જેને પકડવા માટે અલગ અલગ ટીમ કામ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..