પિતાના મૃતદેહમાંથી કોરોના ન થઈ જાય એ ડરથી પરિવારે ન સ્વિકાર્યો મૃતદેહ; મામલતદારે કર્યા અંતિમ સંસ્કાર

કોરોનાએ માનવીય સંબંધોને પણ ભૂલાવી દીધા છે. બીમારીનો ડર એવો કે એક પુત્રએ કોરોનાથી મોતને ભેટેલા પિતાના મૃતદેહને સ્વિકારવાનો ઈનકાર કરી દીધો હતો. અધિકારીઓ પુત્રને સમજાવતા રહ્યા કે જ લોકો સારવાર કરી રહ્યા છે, મૃત્યુપછી મૃત્યુદેહને મર્ચ્યુરીમાં રાખી રહ્યા છે તે તમામ માણસ જ છે. આમ છતા તેનો પુત્ર મુખાગ્ની આપવાનો ઈનકાર કરતો રહ્યો. તેણેપિતાના-મૃતદેહમાંથી-કોરોન લખીને આપી દીધું કે તેને પીપીઈ કીટ પહેરતા અને ઉતારતા નથી આવડતું. પતિને ગુમાવી ચૂકેલી મહિલાએ પુત્રને બચાવવા માટે અધિકારીને કહ્યું કે તમને બધુ આવડે છે, તેમે જ અમારા પુત્ર છો. પરિવાર અંતે માન્યો નહીં તો બૈરાગઢના અધિકારી ગુલાબસિંહ બધેલે અંતિમ સંસ્કાર કર્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

પરીવાર 50 મીટર દૂર જ અંતિમ સંસ્કાર જોતો રહ્યો. કોરોનાના કારણે સંબંધોમાં અંતર ઊભૂ કરનાર સોશિયલ ડિસ્ટેંસિંગની આ કહાની સુજાલપુરમાં રહેતા એક વ્યક્તિની છે. 8 એપ્રિલના રોજ તેને પેરાલિસસનો એટેક આવ્યો તો તેને મલ્ટીકેર હોસ્પિટલમાં દાખલ કરાઈ. ડોક્ટરે તેના પુત્રને પિતાનો કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. 14 એપ્રિલના રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેને ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં દાખલ કરાયા. સારવાર પછી સોમવારે તેનું મોત થઈ ગયું હતું.

પરિવાર પિતાના મૃતદેહને હાથ લગાવવા તૈયાર ન થયો

તંત્રએ પરીવારજનોને જાણ કરી તો પત્ની,પુત્ર અને સાળો ગામડેથી અહીં આવ્યો. અંતિમ સંસ્કારને લઈને પરિવાર મુંજવણમાં મુકાયો હતો. પોલિથીનમાં વીટળાયેલા પિતાના મૃતદેહને જોઈ પુત્ર ડરી ગયો અને મૃતદેહને હાથ લગાવવા પણ તૈયાર ન હતો. અધિકારીઓએ તેને સમજાવવાનો ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તે માન્યો નહીં. અધિકારીઓએ સારવાર કરી રહેલા ડોક્ટર અને નર્સના ઉદાહરણ આપ્યા છતા પરિવાર માન્યો નહીં. અંતે અધિકારી ગુલાબસિંહ બધેલે અંતિમ સંસ્કાર કર્યા.

દીકરો અંતિમ સંસ્કાર કરવા આવશે તે આશાએ પિતાનું શબ મડદાઘરમાં રાખવામાં આવ્યું હતું. જિલ્લા અધિકારીઓએ ઘણી વિનંતી છતાં પણ દીકરો આવવા તૈયાર ના થયો. તેને ડર હતો કે જો તે મૃતદેહ લેવા જશે તો તે પણ કોરોનાથી સંક્રમિત થશે. દીકરાની ચિઠ્ઠી મળ્યા બાદ પ્રશાસને પોતે જ પ્રેમ સિંહ મેવાડાના અંતિમ સંસ્કાર કરાવવાનો નિર્ણય કર્યો હતો.

પ્રેમ સિંહ મેવાડાના પુત્ર સંદીપ મેવાડાએ લખ્યું, ‘મારા પિતાજી કોરોનાથી સંક્રમિત હતા અને તેમનું નિધન 20 એપ્રિલે થયું છે. હું સ્વયં મારી મરજીથી પિતાનું શબ પ્રશાસનને સોંપું છું. તેઓ જ પિતાના અંતિમ સંસ્કાર કરશે. આ બધું જ હું સ્વેચ્છાએ કરી રહ્યો છું. કારણકે મને કિટ પહેરતા આવડતી નથી અને તેના નિયમો અંગે પણ જાણ નથી. તેને કેવી રીતે પહેરવાની છે અને કાઢવાની છે તે ખબર નથી. આ બધું જ હું લેખિતમાં મામલતદારને આપું છું.’

પુત્ર 50 મીટર દૂર પિતાના અંતિમ સંસ્કાર જોતો રહ્યો

સ્મશાનઘાટ પુત્ર 50 મીટર દુર પિતાના અંતિમ સંસ્કાર જોતો રહ્યો. તેણે ભાસ્કરને કહ્યું કે ભગવાન આવું મોત કોઈને ન આપે. તે પિતાના મૃતદેહને શુજાલપુર લઈ જવા ઈચ્છતો હતો. પરંતુ પ્રતિબંધોના કારણે ન લઈ જઈ શક્યો. ઘરના તમામ સભ્યોના સેમ્પલ લેવાયા છે, પરંતુ રિપોર્ટ હજુ બાકી છે. આ પહેલા જેટલા કોરોના સંક્રમણથી જેટલા લોકોના મોત થયા છે તેના અંતિમ સંસ્કાર પરિવારે જ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો